Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રાજકોટના નવા અને જૂના માર્કેટ યાર્ડમાં મેડિકલ કેમ્પ યોજાયો: 32નો કોરોના રિપોર્ટ પોઝિટિવ :ભારે ફફડાટ

રાજકોટ: શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ જુના માર્કેટ પ્યારમાં શાકભાજી વિભાગમાં મેડીકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 900 લોકોનાં ટેસ્ટ કરવામાં આવતા 27નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે નવા બેડી માર્કેટ યાર્ડમાં અનાજ વિભાગના 5 મજૂરોને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું.લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

(6:34 pm IST)