Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રાજકોટ સીવિલમાં અમદાવાદથી ૭૦ ડોકટરો મૂકાયા : જીનેસીસમાં ૪૦ તો દોશીમાં ૬૦ બેડની કોવિડ- હોસ્પિટલ શરૂ કરાઇ

રાજકોટની અનેક સરકારી કચેરીઓમાં કોરોનાનો તરખાટ વધતા હાઇએલર્ટ જાહેર કરાયું: જીઇબી-પોસ્ટ ઓફીસ-રૂડા-કોર્પોરેશન, જીએસટી-બેંકોમાં લોકોની સતત અવરજવર હોય ખાસ ચેકીંગ કરવા થયેલા આદેશો : લોકો માસ્ક-સોશ્યલ ડીસ્ટન્સનું ખાસ પાલન કરે

રાજકોટ, તા. ૧૦ : રાજકોટની સીવિલ હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ ઉભરાઇ રહ્યા છે, તો સામે તંત્ર બેડ સહિતની તમામ સુવિધાઓ વધારી રહ્યું છે.

દરમિયાન રાજકોટ સીવિલ હોસ્પિટલમાં અમદાવાદથી ૭૦ ડોકટરોને ગઇકાલે સાંજે ફરજ ઉપર મૂકાયા હોવાનું એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ 'અકિલા'ને જણાવ્યું હતું.તેમણે જણાવેલ કે અમદાવાદથી રેસીડન્સ ડોકટરો અને ઇન્ટરશીપ ડોકટરોને રાજકોટ સીવિલમાં ફરજ ઉપર મૂકાયા છે. તેમણે ઉમેર્યું હતું કે જીનેસીસ હોસ્પિટલમાં વધુ ૪૦ બેડ તો દોશી હોસ્પિટલમાં ૬૦ બેડની સુવિધા સાથે હોસ્પિટલો શરૂ થઇ ગઇ છે.

દરમિયાન રાજકોટની અનેક સરકારી કચેરીઓમાં કોરોનાએ તરખાટ મચાવતા તંત્રને દોડધામ થઇ પડી છે. ૩ થી ૪ બેન્કો ઉપરાંત પોસ્ટ ઓફીસ, જીઇબી, રૂડા, કલેકટર-મામલતદાર કચેરીઓ-વેટ કચેરી-કોર્પોરેશનનો અનેક સ્ટાફને કોરોના જાહેર થતાં કલેકટર તંત્રે તમામ સરકારી કચેરી માટે હાઇએલર્ટ જાહેર કરી લોકોની અવર જવર દરમિયાન સતત ચેકીંગ કરવા, માસ્ક વગર આવતા લોકોને આવવા નહિ દેવા અને જો ટોળા જેવું લાગે તો તૂર્ત જ જાણ કરવા-પગલા લેવા આદેશો કરાયા છે.

(11:49 am IST)