Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સિવીલ હોસ્પિટલના જુના બિલ્ડીંગમાં સફાઇનો અભાવ : કેસ બારી પર ભીડ

કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમીટીની જાત તપાસ : આવેદન

રાજકોટ તા. ૧૦ : કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમીટીની ટીમ સિવીલ હોસ્પિટલની મુલાકાતે ગઇ હતી. ડો. ત્રિવેદીને આવેદનપત્ર આપી નવા સોનોગ્રાફી મશીન મુકવા રજુઆત કરાઇ હતી. જુના બિલ્ડીંગમાં સફાઇના અભાવે ગંદકી પ્રસરતી હોય સફાઇ કામદારો વધારવા તેમજ પ્રસુતિ વિભાગમાં બાળકો માટે દુધની વ્યવસ્થા છે તેની યોગ્ય તપાસ કરવા, કેસ બારી ઉપર સોશ્યલ ડીસ્ટન્સ જળવાતુ ન હોય યોગ્ય વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવી હતી.

આ સમયે હેલ્થ એન્ડ હોસ્પિટલ સમિતિ કોંગ્રેસના ચેરમેન કાળુભાઇ ચુડાસમા, મહિલા ચેરમેન રાણીબેન દેવરાણીયા તેમજ રેખાબેન હરણેશા, રીયાબેન, લતાબેન, મીનાબેન, સુરેશભાઇ પરમાર, અમૃતભાઇ રાઠોડ, રમેશભાઇ તેમજ ફરીયાદ સેલના  પ્રમુખ આશિષભાઇ, સોશ્યલ મીડીયા સેલના જીજ્ઞેશભાઇ વાગડીયા, વોર્ડ નં. ૮ ના પ્રમુખ શ્રીમાળીભાઇ, ઘનશ્યામભાઇ મકવાણા વગેરે સાથે જોડાયા હતા.

(2:56 pm IST)
  • દેશમાં પ્રવર્તતી બેરોજગારીને લઇને મોદી સરકાર વિરુદ્ધ દેખાવમાં સામેલ થયેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના નેતા રાબડીદેવી, તેના પુત્રો તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ નજરે પડે છે. બરાબર રાત્રે નવ વાયાને નવ મિનિટે તેમણે ફાનસ સળગાવી વિરોધ પ્રદર્શિત કરેલ. access_time 10:03 pm IST

  • મોદી અને આબે વચ્‍ચે જાપાન - ભારત શિખર મંત્રણા ટેલીફોન ઉપર યોજાઈ હતી : બંને દેશના સશષા દળોએ એગ્રીમેન્‍ટ સાઈન કર્યા છે access_time 5:55 pm IST

  • આજે બપોરે સેન્‍સેકસ ૬૪૬ પોઈન્‍ટના ઉછાળા સાથે ૩૮,૮૪૦ ઉપર બંધ રહેલ : નીફટીમાં ૧૭૧ પોઈન્‍ટનો મોટો ઉછાળો આવ્‍યો હતો અને ૧૧,૪૪૯ એ બંધ રહ્યો છે : સોનાનો ભાવ ૫૧,૨૨૬ હતો જયારે ચાંદીનો ભાવ ૬૫,૫૭૯ રહ્યાનું સી.કે. ફાયનાન્‍શીયલ્‍સે જણાવ્‍યુ છે access_time 5:54 pm IST