Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કોટડા સાંગાણીની હત્યાના કેસમાં જેલમાંથી પેરોલ જંપ કરનાર કેદી ભૂપત કડાવણી પકડાયો

બે માસથી ફરાર કેદીને રેન્જની ટીમે ઢાંઢણી ગામ પાસેથી દબોચ્યો

રાજકોટ, તા. ૧૦ :  કોટડાસાંગાણીની હત્યાના ગુનામાં જેલમાંથી પેરોલ જંપ કરનાર શખ્સને રેન્જની ટીમે ઢાંઢણી ગામ પાસેથી ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદિપસિંહ દ્વારા રેન્જમાં વચગાળાના જામીન તથા જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા માટે સુચના આપતા રેન્જની પેરોલ કરેલો સ્કવોડના પો.સ.ઇ. જે.એસ. ડેલા હોડ કોન્સ. કરશનભાઇ કલોતરા, પો. કોન્સ. રૂપકભાઇ બહોરા તથા ડ્રા. સમીરભાઇ મુલીયાણા સહિતે કોટડાસાંગણી પોલીસ મથકમાં ખુનના ગુનામાં પકડાયેલ અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવતો અને ત્રણ માસથી પેરોલ ઉપર છુટી બે સમાથી જમ્પ કરનાર પાકા કામના કેદી ભૂપત ભીખાભાઇ કડવાણી (રહે.ગામ-ઢાંઢણી જી. રાજકોટ) હાલ ઢાંઢણી ગામે આવેલ હોવાની બાતમીના આધારે ભૂપતને ઢાંઢણી ગામેથી પકડી લઇ કાર્યવાહીક રી હતી.

(3:07 pm IST)