Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

જલારામ સોસાયટીમાં વિશાલ રાતોજાના મકાનમાં જૂગાર રમતા ત્રણ પકડાયા

મકાન માલીક વિશાલની શોધખોળઃ અજય, ઇમરાન અને ભરતની ધરપકડ

રાજકોટ તા. ૧૦ :.. મોરબી રોડ પર જલારામ સોસાયટીમાં જૂગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે બી. ડીવીઝન પોલીસે મકાનમાં દરોડો પાડી જૂગાર રમતા ત્રણ શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ મોરબી રોડ પર જલારામ સોસાયટીમાં એક મકાનમાં જૂગારધામ ચાલતુ હોવાની બી. ડીવીઝન પોલીસ મથકના કોન્સ. સંજયભાઇ મિયાત્રા અને પરેશભાઇ સોઢીયાને બાતમી મળતા પીઆઇ એમ. બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, હેડ કોન્સ. અજયભાઇ, મનોજભાઇ, પરેશભાઇ, હેમેન્દ્રભાઇ, જયદીપસિંહ, સંજયભાઇ તથા રશ્મીતાબેન સહિતે જલારામ સોસાયટીમાં રહેતા વિશાલ ધરમશીભાઇ રાતોજા (ઉ.૩ર) ના મકાનમાં દરોડો પાડી જૂગાર રમતા માલીયાસણના અજય પોપટભાઇ કિસલા (ઉ.ર૭), લાલપરી શેરી નં. ૧ ના ઇમરાન મેહમુદશા શાહમદાર (ઉ.ર૬) અને ભરત  કરમશીભાઇ ગોવાણી (ઉ.૩પ) ને પકડી લઇ રૂ. ૧૪પ૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. જયારે મકાન માલીક વિશાલ રાતોજાની શોધખોળ હાથ ધરી છે.

(3:07 pm IST)