Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

વિરાણી અઘાટમાં જુગાર રમતા ૩ ઝડપાયા

ઉપેન્દ્ર, રાજેશ અને ઉમેશની ધરપકડ

રાજકોટ તા. ૧૦ :.. શહેરના કોઠારીયા રોડ પર વિરાણીયાઘાટમાં કારખાના પાસે જાહેરમાં જૂગાર રમતા ત્રણ શખ્સોને ભકિતનગર પોલીસે ઝડપી લીધા હતાં.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકના પીઆઇ. જે. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે. બી. પટેલ, એએસઆઇ ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ. રણજીતસિંહ, મનરૂપગીરી, સલીમભાઇ, હિરેનભાઇ, દિવ્યરાજસિંહ, વાલજીભાઇ, મનિષભાઇ, રાજેશભાઇ, હિતેન્દ્રસિંહ તથા મૈસુરભાઇ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે દરોડો પાડી કોઠારીયા રોડ વિરાણીયાઘાટમાં મારૂતી ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાના સામે વડલાના ઝાડ નીચે જાહેરમાં, જૂગાર રમતા વિરાણી અઘાટમાં  કારખાનાની ઓરડીમાં રહેતા ઉપેન્દ્ર નંદરામ ચૌહાણ (ઉ.૪૮), રાજેશ રાજેન્દ્રભાઇ રાજભાર (ઉ.ર૭) અને ઉમેશ મહેન્દ્રભાઇ ચૌહાણ (ઉ.ર૩) ને પકડી લઇ રૂ. ૬૮૭૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(3:09 pm IST)