Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સિંગલ પ્રિમિયમમાં ૨૪ટકા ગ્રોથરેટઃ દાવાની પતાવટમાં દેશમાં પ્રથમ એલઆઈસી રાજકોટ

રાજકોટ,તા.૧૦: ભારતીય જીવન વીમા નિગમની ૬૪મી વર્ષગાંઠ નીમિતે રાજકોટ ડીવીઝનના સીનિયર ડીવીઝનલ મેનેજર શ્રી જયંત અરોરાએ માહિતી આપતા જણાવ્યુ કે, રાજકોટ ડીવીઝને ચાલું નાણાકીય વર્ષમાં સિંગલ પ્રીમિયમમાં નવા વ્યવસાયમાં ૨૪ટકાનો ગ્રોથ રેટ મેળવેલ છે. ચાલું ફાયનાન્સિયલ વર્ષમાં કોવિડ- ૧૯નો પડકાર હોવા છતાં રાજકોટ મંડલ કાર્યાલયે પોતાનો અવ્વલ નંબર જાળવી રાખ્યો છે.  તેમજ ૩૧/૮/૨૦૨૦ના રોજ સરવાઈવલ બેનીફિટના ૪૦૫૦૬ દાવાઓમાં ૧૩૨.૫૪ કરોડ, મેચ્યુરિટીના ૨૪૧૦૩ દાવાઓમાં ૨૧૫.૦૬ કરોડ, તેમજ મૃત્યુના ૨૫૫૯ દાવાઓમાં ૫૬.૯૫ કરોડની ચુકવણી કરીને સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. મૃત્યુ દાવાઓ પૈકી કોવીડ- ૧૯ના ૧૫૭ મૃત્યુ દાવાઓમાં ૪.૫૧ કરોડ ચૂકવેલ છે.

તા.૧૯/૮/૨૦૨૦ના રોજ રાજકોટ ડીવીઝનના ડાઈરેકટ માર્કેટિંગ વિભાગે તેનો પૂરા વર્ષનો ટાર્ગેટ માત્ર ૩ મહિનામાં પૂર્ણ કરી સમગ્ર ભારતમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. રાજકોટ ડીવીઝનના પી એન્ડ જી એસ વિભાગે તેના પૂરા વર્ષનો ટાર્ગેટ તા.૭ /૮/૨૦૨૦ પૂર્ણ કરી તા.૩૧/૮/૨૦૨૦ના રોજ ૧૨૩ ટકા ગ્રોથ રેટ મેળવેલ છે. સીનીયર ડીવીઝનલ મેનેજર શ્રી જયંત અરોરાએ આગળ માહિતી આપતાં જણાવ્યુ કે, કોવિડ- ૧૯ની મહામારીના સમયમાં બેરોજગારીને એલ.આઈ.સી. એજન્ટ તરીકે રોજગારી આપી, એજન્ટોની સંખ્યામાં ૫ ટકાની વૃધ્ધિ નોંધાવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:55 pm IST)