Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સીવીલ- કોવીડ- સમરસ અને ખાનગી હોસ્પીટલમાં વીજળી ગુલ ન થાય તે માટે વીજ કંપની સ્ટેન્ડ ટુ

કલેકટર રેમ્યા મોહને પી.જી.વી.સી.એલ.ને પત્ર પાઠવી તમામ હોસ્પીટલોમાં ઇલેકટ્રીક લાઇનો-સાધનો તપાસવા આદેશો કર્યા

રાજકોટ, તા., ૧૦: સમગ્ર શહેરમાં કોરોના કાબુમાં લેવા તમામ સરકારી તંત્રો કામે લાગી ગયા છે. ત્યારે કોવીડ હોસ્પીટલોમાં સતત ર૪ કલાક વીજ પુરવઠો મળી રહે તે માટે વીજ તંત્રને સ્ટેન્ડ ટુ રહેવા કલેકટર રેમ્યા મોહને આદેશો કર્યા છે.

સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ કલેકટર રેમ્યા મોહને પીજીવીસીએલના મુખ્ય અધિકારીને પત્ર પાઠવી જણાવ્યુ઼ છે કે સીવીલની કોવીડ હોસ્પીટલ ઉપરાંત અન્ય ખાનગી કોવીડ હોસ્પીટલો તમામમાં વીજ કંપનીની ટેકનીકલ ટીમો મોકલી ઇલેકટ્રીક લાઇન, ઇલેકટ્રીક સાધનો બરાબર કામ કરે છે કે કેમો જનરેટર છે કે કેમ? વગેરે તમામ બાબતોની ઉંડી તપાસ કરાવી રીપેરીંગની જરૂર હોય ત્યાં રીપેરીંગ કરાવવા નવી લાઇનની જરૂર હોય તો તેની વ્યવસ્થા કરાવવા તાકીદ કરી છે.

ઉપરાંત લાઇનમેન-હેલ્પર વગેરેનો સ્ટાફ કોવીડ હોસ્પીટલો માટે ખાસ સ્ટેન્ડ ટુ રાખવા આવા સંવેદનશીલ સ્થળોએ ર૪ કલાક વીજ પુરવઠો ચાલુ રહે તેવી વ્યવસ્થા તાબડતોબ કરાવવા ખાસ સુચનાઓ આપી છે.

(3:59 pm IST)