Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

શાબાસ : રાજકોટના યુવાનોએ હિમાલય પર તિરંગો લહેરાવ્યો

રાજકોટ,તા.૧૦ : ભારતમાં મોખરાનું સ્થાન ધરાવતી અમદાવાદની ઈન્વીઝીબલ સંસ્થાનાં નેતૃત્વ હેઠળ ગુજરાતનાં યુવાનો પર્વતારોહણ માટે જોડાયેલા હતા. હિમાચલ પ્રદેશનાં પિરપંજાલ શ્રેણીમાં આવેલ ૧૬૭૦૦ ફુટ ઉંચાઈએ આવેલ જગતસુખ શિખર ખાતે યોજાયેલ  આ કેમ્પમાં કુલ ૩૭ લોકો જોડાયેલા હતા જેમાંથી ૨૪ લોકો આ શિખર સર કરી ગર્વ ભેર તીરંગો લહેરાવેલ હતો.

આ પર્વતારોહણમાં રાજકોટનાં ત્રણ યુવકોએ ભાગ લીધેલ જેમાં સોરઠીયા રાજપુત વુમન્સ ફેડરેશનનાં પ્રમુખ  ઈલાબેન ખેરનાં સુપુત્ર જય ખેર તથા ભૌમિક ભારડીયા અને નિરવ મોણપરા સામેલ હતા અને સૌપ્રથમ તેઓએ આ શિખર સર કરેલ હતું. તો સાથે સાથે રાજકોટની ટીમમાં પુજા જોષી આ શીખર સર કરનાર એકમાત્ર મહિલા પર્વતારોહી બન્યા. આ શિખર સર કરવામાં ૧૫૦૦૦ ફુટની ઉંચાઈએ રોકાણ કરવું પડતું અને ત્યારનું તાપમાન માઈનસ ૧૦ ડીગ્રી સુધી રહેતું હતું. આવા કપરી પરીસ્થિતીમાં પણ રાજકોટનાં યુવાનો હિંમતભેર શીખર સર કરી રાજકોટનું નામ રોશન કરેલ છે.

મનાલી નજીક સજલાથી આ મિશન શરૂ કરી છીક, સેરી થઈ જગતસુખ શિખર ઉપર તા.૨૯ સપ્ટેમ્બરનાં ચડવાનું શરૂ કરેલ અને ૩ ઓકટોબરનાં રોજ સવારે ૧૧.૨૦ કલાકે શિખર સર કરી ભારતીય દવજ લહેરાવવામાં આવેલ હતો. આ કેમ્પનું સફળ સંચાલન ઈન્વીઝીબલનાં અનુભવી પર્વતારોહી ઋષીરાજ મોરીનાં નેતૃત્વમાં રાખવામાં આવેલ, જેઓએ ૮ વખત શિખર આરોહણનો અનુભવ હતો.

આ તકે સોરઠીયા રાજપુત યુથ કલબનાં ભાર્ગવ પઢીયાર, વિજયસિંહ ચૌહાણ, અલ્પેશ ગોહીલ, વિરલ રાઠોડ, ગૌરવ ચૌહાણ, મિલન પરમારએ શુભેચ્છાઓ પાઠવેલ છે.

(2:13 pm IST)