Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

વિમલ ધામી લિખિત ‘મહુડીના મહારાજા શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ' પુસ્‍તકનું વિમોચનઃ સન્‍માન

રાજકોટ, તા. ૧૧ :. રાજકોટ શ્રી સિદ્ધસૂક શ્રી મૂ.મૂ. જૈન સંઘ (શ્રમજીવી કાચનુ જિનાલય)ના આંગણે મેનેજીંગ ટ્રસ્‍ટી કિશોરભાઈ કોરડીયાના પ્રમુખ સ્‍થાને તાજેતરમાં ગુજરાતના સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી મોહનલાલ ચુનીલાલ ધામીના પુત્ર લેખક તથા પત્રકાર વિમલભાઈ ધામીની કથા ‘મહુડીના મહારાજા શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ' પુસ્‍તકનું વિમોચન કરવામાં આવ્‍યુ હતું.

વિમોચન પ્રસંગે જૈન અગ્રણી કિશોરભાઈ કોરડીયાએ જણાવ્‍યુ કે આજે આ ચારેય આલમમાં શ્રી ઘંટાકર્ણવીર પ્રત્‍યેની શ્રધ્‍ધા અનન્‍ય છે. શ્રીમદ્દ બુદ્ધિસાગરસૂરિજી મહારાજે મહુડીમાં શ્રી ઘંટાકર્ણવીરને પ્રત્‍યક્ષ ત્‍યાં હતા શ્રી ઘંટાકર્ણવીરનો મહિમા આરંપાર છે. આ પુસ્‍તકમાં શ્રી ઘંટાકર્ણવીર તથા શ્રીમદ્દ બુદ્ધિસાગરસુરિજી મહારાજ વિશે લેખકે રસપ્રદ માહિતી આપી છે. આ પુસ્‍તક દરેક વર્ગને ગમી જશે.લેખક-પત્રકાર વિમલ ધામીએ પ્રતિભાવમાં જણાવ્‍યુ કે શ્રી ઘંટાકર્ણ વીર વિશે પુસ્‍તક લખવાની પ્રેરણા રાજકોટના શ્રી ઘંટાકર્ણ સ્‍વાધ્‍યાય મંદિરના મૂ. અમરેન્‍દ્રસાગરજી મહારાજે આપી હતી. આજે પૂજ્‍ય શ્રી અમરેન્‍દ્રસાગરજી મહારાજ હયાત નથી પરંતુ તેમની ભાવના સાકાર થઈ તેનો આનંદ છે.શ્રમજીવી કાચનું જિનાલયના ટ્રસ્‍ટી રમેશભાઈ મહેતા, અરવિંદભાઈ શાહ, ડો. શરદભાઈ શેઠ તથા વિમલ ધામીએ કિશોરભાઈ કોરડીયાનું શાલ ઓઢાડીને સન્‍માન કરેલ હતુ. આ તકે લેખકનું પણ સન્‍માન રસિકભાઈ પ્રાણજીવન દોશી પરિવાર વતી રમેશભાઈ મહેતાએ કરેલ હતુ.પુસ્‍તક વિમોચન સમારોહમાં આભારવિધિ રમેશભાઈ મહેતાએ કરી હતી. (વિમલ ધામી મો. ૯૮૨૫૪ ૯૦૪૬૮)

(4:45 pm IST)