Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કાલથી મનપાના ૧૭ કોમ્યુનિટી હોલનુ શરતી બુકીંગ થશે : પ્રસંગના ૧૦ દિ' અગાઉ પ્રાંત અધિકારીની મંજૂરી લેવી પડશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૭ કોમ્યુનીટી હોલનું રીઝર્વેશન આવતીકાલ તા.૧૧ના સવારે ૧૧ કલાકથી શરૂ કરવામાં આવશે. હોલ રીઝર્વેશન માટે નીચે મુજબની શરતો રાખવામાં આવેલ છે.

હાલ અરજદાર કોમ્યુનીટી હોલનું રીઝર્વેશન કરી શકશે, પરંતુ જે-તે સમયે સરકારશ્રીની પ્રસંગ યોજવા માટેની જે ગાઈડલાઈન હશે તે મુજબ જ અને તેટલી સંખ્યામાં જ લોકોને પ્રસંગ યોજવા દેવામાં આવશે.

હાલ રીઝર્વેશન સમયે સંબંધિત પ્રાંત અધિકારીશ્રીની મંજુરી રજુ કરવાની જરૂર રહેશે નહિ પરંતુ પ્રસંગની તારીખના ૧૦ દિવસ પહેલા પ્રસંગ યોજવા અંગેની સંબંધિત પ્રાંત અધિકારીશ્રીની લેખિત મંજુરી મેળવી એસ્ટેટ વિભાગમાં રજુ કરવાની રહેશે

સરકારશ્રીની કોવિડ-૧૯ની જે-તે સમયની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ગાઈડલાઈનનો ભંગ થયા હોવાનું ધ્યાને આવશે તો પ્રસંગ યોજવા દેવામાં આવશે નહિ અને નિયમોનુસાર પેનલ્ટી કરવામાં આવશે.

હાલની કોરોના સંક્રમણની પરિસ્થિતિ ધ્યાને લેતા બુકીંગ માટે ઓફિસ ખાતે રૂબરૂ આવવાનો આગ્રહ નહિ રાખતા રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર તથા રાજકોટ મહાનગરપાલિકાની APP – RMCપર ઓન-લાઈન બુકીંગ કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

(8:38 am IST)