Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

મેટોડામાં પતિ સાથે મશ્કરી કરતી વખતે જયશ્રીને ગળા પર ચાકુ લાગ્યું

રાજકોટ તા. ૧૧: મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૨ રૂમ નં. ૪માં રહેતી જયશ્રી કિશોર પરમાર (ઉ.વ.૨૫) સાંજે આઠેક વાગ્યે પતિ સાથે રૂમમાં હતી ત્યારે મશ્કરી કરતી વખતે ભુલથી ગળાના ભાગે ચાકુ લાગી જતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. જયશ્રીના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા છે. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(12:54 pm IST)