Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સિવીલ કોવિડમાં ડોકટરોને રોટેશન પધ્ધતીથી ફરજ સોંપવા મહિલા કોંગ્રેસની માંગ

રાજકોટઃ પ્રદેશ પ્રમુખ ગાયત્રીબાની આગેવાની તળે શહેર મહિલા કોંગ્રેસે કલેકટરને આવેદન પાઠવ્યું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)ે

રાજકોટ તા. ૧૧: સિવીલની કોવિડ હોસ્પીટલમાં મહિલા તબીબો સહિત નિષ્ણાંત ડોકટરો અને રેસીડન્ટ ડોકટરોને રોટેશન પધ્ધતીથી ફરજ સોંપવા પ્રદેશ મહિલા કોંગ્રેસનાં પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાની આગેવાની તળે જીલ્લા કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરાઇ હતી.

આ આવેદનમાં જણાવ્યું છે કે, છેલ્લા ઘણાં દિવસોથી કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે. રાજયના આરોગ્ય સચિવ સ્પે. ડોકટરોની ટીમ સાથે રાજકોટમાં સતત ૧૧-૧ર દિવસ સુધી ડેરા નાંખી કામગીરી કરી ચુકયા છે. પરંતુ રાજકોટ શહેર અને જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને તેમજ વધતા જતા મૃત્યુ દરને રોકવામાં રાજયનું આરોગ્ય તંત્ર વામણું પુરવાર થયું છે.

નકકર કામગીરી અને લાંબા ગાળાના આયોજન વગર મહામારી સામે લડવું અશકય છે ત્યારે શહેરની સિવિલ હોસ્પીટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કોરોનાના દર્દીઓ આવે છે જેથી મેડીકલ સારવારના અનેક પ્રશ્નો ઉભા થાય છે ત્યારે નીચેના મુદાઓ આપના ધ્યાન ઉપર મુકી સિવિલ હોસ્પીટલ તેમજ કોવીડ સેન્ટરના વહીવટી જવાબદારીઓની ફાળવણી કરવામાં આવે તો ડોકટરો, દર્દીઓ અને દર્દીઓના સગા-સંબંધીઓને કાર્ય કરવામાં થોડી સગમતા મળી શકે તેમ છે. જે બાબતે આપની કક્ષાએથી જે કરવાનું થતું હોય તે તાત્કાલીક કરી તેમજ સરકાર લેવલે જે પણ કરવાનું થતું હોય તે બાબતે સબંધીત અધિકારીશ્રીઓનું ધ્યાન આ મુદાઓએ પગલાઓ ભરવા અમારી રજુઆત છે.

(૧) સિવિલ હોસ્પીટલના (ડો.) ચિકિત્સ સાથે સંયુકત રીતે ખાનગી ડોકટરોને ફાળવી દર્દી તેમજ વોર્ડની ફાળવણી કરી ફરજ સોંપવામાં આવે.

(ર) ડી.સી.એચ.સી. સમરસ છાત્રાલયમાં ખાનગી ડોકટર (ચિકિત્સક) ફાળવણી કરી ફરજ સોંપવામાં આવે જ ેથી સિવિલ હોસ્પીટલના ડોકટરો કોવીડ હોસ્પીટલ ધ્યાન કેન્દ્રીત કરી શકે.

(૩) નોન કિલનિક પેપર વર્ક 'પેરા મેડીકલ સ્ટાફ' અને એમ.એસ.ડબલ્યુ. ને ઓર્ડર દ્વારા ફાળવવામાં આવે જેથી રેસીડેન્સી ડોકટરો સારવાર પર ધ્યાન કેન્દ્રીત કરી શકે.

ઉદાહરણ તરીકે : સબંધીઓને જી.સી.ની નબળી સ્થિતિ અને મૃત્યુની જાણકારી, દર્દીઓના સી.સી.સી. અને નોનો કોવિડ વોર્ડમાંસ્થળાંતરણની જાણકારી આપવી વિ. બાબતો.

(૪) મેડિસિન વિભાગની તમામ ફેકલ્ટીઓ અને અડધો-અડધ રેસીડેન્ટ ડોકટરોને કોરોના ડયુટી આગામી ૧૦ દિવસ માટે કોવિડ પરભ્રમણ વિના આઇ.સી.એમ.આર. માર્ગદર્શિકા મુજબ આપી છે. તેનાથી દરેકના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે.

(પ) ડોકટરો (ચિકિત્સા) વિભાગના ત્રણ ડોકટરો (ચિકિત્સક) ને વહીવટી ફરજો આપવામાં આવી છે. ડો. આરતી ત્રિવેદી (પ્રાદેશિક નોડલ અધિકારી), ડો. મેઘલ અનડકટ (નોડલ અધિકારી), ડો. મહેશ રાઠોડ (ફકત વીઆઇપી દર્દીઓ માટેની વિશેષ ફરજ પરના અધિકારી) જેના લીધે તબીબી કાર્ય માટે ડોકટરોની અછત છે. ઉપરોકત મુદાઓની વિગત કાર્યવાહી કરવા રજુઆત કરાઇ છે.

આ રજુઆતમાં શહેર મહિલા પ્રમુખ મનીષાબા વાળા, પ્રદેશ મહામંત્રી નયનાબા જાડેજા વિગેરે સહિતનાં મહિલા આગેવાનો જોડાયા હતાં.

(3:37 pm IST)