Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

તમારા વિસ્તારમાં કયાં આરોગ્ય કેન્દ્ર છે : સાઇડ બોર્ડ મૂકાયા

કોરોનાના લક્ષણો દેખાય તો તુર્ત જ નજીકના આરોગ્ય કેન્દ્રે વિનામૂલ્યે ટેસ્ટ કરાવોઃ ઉદિત અગ્રવાલ

રાજકોટ,તા.૧૧: હાલ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મહાનગરપાલિકા પણ ખડે પડે કામગીરી કરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને મનપાના કુલ ૨૧ આરોગ્ય કેન્દ્રો અંગે માહિતી મળે અને તેમના નજીકના કયા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે તેની જાણકારી મળી રહે તેવા આશય સાથે શહેરમાં જુદાજુદા વિસ્તારો અને માર્ગો પર સાઈન બોર્ડ મુકવાનું શરૂ કરવામાં આવેલ છે. સાથોસાથ આરોગ્ય કેન્દ્ર અંગે ચિત્રનગરી સંસ્થાના સહયોગ સાથે પેઈન્ટિંગ પણ દોરવામાં આવી રહયા છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વધુમાં મ્યુનિ. કમિશનરશ્રીએ નાગરિકોને અપીલ કરતા એમ કહ્યું હતું કે, જો કોઈપણ વ્યકિતને કોરોના વાઇરસ અંગેના કોઈપણ લક્ષણો જણાય તો તુર્ત જ નજીકનાઆરોગ્યકેન્દ્રનો સંપર્ક કરે અથવા આપના વિસ્તારમાં આવતા ધનવંતરી રથ પર જઈ પોતાનું હેલ્થ ચેક અપ કરાવી શકો છે. મહાનગરપાલિકા દ્વારા આ સેવા સંપૂર્ણ વિનામુલ્યે કરવામાં આવે છે, પ્રાથમિક સ્ટેજથી જ કોરોનાની સારવાર મળી રહે તેવા આશયથી મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા શહેરીજનોને નમ્ર અપીલ કરવામાં આવે છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ધનવંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ સેવા રથ અને કોવિડ-૧૯ ટેસ્ટીંગ વ્હીકલ લોકોની સેવામાં કાર્યરત છે, તેમજ ૨૧આરોગ્યકેન્દ્રપર પણ કોરોના વાઇરસ અંગેનું ચેકઅપ કરી આપવામાં આવે છે. શહેરના તમામઆરોગ્યકેન્દ્રનો સવારે ૦૮: ૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૦૩:૩૦ થી ૦૬:૩૦ સુધીનો રહેશે.

મ્યુનિ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા કોરોના વાઇરસ અંગેનો ટેસ્ટ વિનામુલ્યે કરવામાં આવે છે. કોરોનાને સંક્રમણ થતો અટકાવવા સૌ સાથે મળી સહયોગ આપીએ. મહાનગરપાલિકા દ્વારા આપના દ્યર આંગણે આવી આપની સેવા કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક નાગરિક જાગૃત બને સરકારશ્રીના આદેશનું પાલન કરે અને જો શંકાસ્પદ લક્ષણો જણાય તો તુર્ત જ નજીકના મહાનગરપાલિકાનાઆરોગ્યકેન્દ્રનો સંપર્ક કરે.

આરોગ્ય કેન્દ્રની માહિતી

ઝોન

વોર્ડ નં.

આરોગ્ય કેન્દ્રનું નામ

આરોગ્ય કેન્દ્રનું સરનામુ

 

 

સદર આરોગ્ય કેન્દ્ર

શાસ્ત્રી મેદાન પાસે,  કુંડલીયા કોલેજની બાજુમાં

 

 

૨, ૩

જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર

રેલ્વે જંકશન સામે, વોર્ડ ઓંફીસની બાજુમાં

 

 

રામનાથપરા આરોગ્ય કેન્દ્ર

રામનાથપરા, શેરી નં.-૨૪

 

સેન્ટ્રલ ઝોન

૧૩

નારાયણનગર આરોગ્ય કેન્દ્ર

નારાયણ નગર,મેઈન રોડ,  ઢેબર રોડ ફાટક

 

 

 

 

સામે

 

 

૧૪

અખિલ હિન્દ મહિલા પરિષદ

આરોગ્ય કેન્દ્રલક્ષ્મીવાડી મેઈન રોડ,

 

 

 

 

ગાત્રાળ ચોક

 

 

૧૭

ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર

બાબરીયા મેઈન રોડ, રઘુવીર સોસાયટી

 

 

૧૭

હુડકો આરોગ્ય કેન્દ્ર

કોઠારીયા મેઈન રોડ, હરીઘવા રોડ, પોલીસચોકી

 

 

 

 

સામે

 

 

ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર

ભગવતીપરા શેરી નં.- ૫

 

 

મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર

મોરબી રોડ, જકાતનાકા

 

ઇસ્ટ ઝોન

આઈ. એમ. એ. આરોગ્ય કેન્દ્ર

પેડકરોડ, સંત જ્ઞાનેશ્વર સ્કૂલની બાજુમાં

 

 

કબીરવન આરોગ્ય કેન્દ્ર

કબીરવન સોસાયટી શેરી નં.-૧, સંતકબીર રોડ

 

 

રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર

રામપાર્ક કોમન પ્લોટ, ભાવનગર રોડ

 

 

૧૫

સ્વ. શ્રી ચંપકભાઈ વોરા

આંબેડકર નગર ગેઈટની બાજુમાં,

 

 

 

આરોગ્ય કેન્દ્ર

૮૦ ફૂટ રોડ, રાજકોટ

 

 

૧૬

પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર

પ્રણામીચોક, સિયાણીમેઈન રોડ

 

 

૧૮

કોઠારીયા આરોગ્ય કેન્દ્ર

પારડી રોડ, કોઠારીયા ગામ

 

 

૧,૨

શ્યામ નગર આરોગ્ય કેન્દ્ર

બિલેશ્વર મંદિર પાસે, શ્યામનગર ૪/૫ નો ખૂણો,

 

 

 

 

ગાંધીગ્રામ

 

વેસ્ટ ઝોન

વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્ર

વિજય પ્લોટ મેઈન રોડ, આર.પી. ભાલોડિયા

 

 

 

 

કોલેજ સામે

 

 

નાના મૌવા આરોગ્ય કેન્દ્ર

નાના મોવા ચોકડી પાસે

 

 

૯, ૧૦

નંદનવન આરોગ્ય કેન્દ્ર

નંદનવન સોસાં. ગાંધીગ્રામ પોલીસચોકી સામે

 

 

૧૧

મવડી આરોગ્ય કેન્દ્ર

મવડી ગામ દાદા મેકરણ ચોક, મવડી રોડ

 

 

૧૨

આંબેડકર નગર આરોગ્ય કેન્દ્ર

આંબેડકરનગર, ગોકુલધામ મેઈન રોડ, સમ્રાટ

 

 

 

 

ઇન્ડસ્ટ્રીઝ એરિયા

 

(4:06 pm IST)