Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

પતિ માથાકુટ કરતો હોવાની ફરિયાદ પરથી પોલીસ ઘરે પહોંચી તો દારૂની બોટલો મળી

બી-ડિવીઝનના હિતેષભાઇ જોગડા, હિતેષભાઇ, દિવ્યરાજસિંહે ભગવતીપરાના ધીરજ ઉર્ફ ધીરીયાને ૨૪ બોટલ સાથે પકડ્યો

બી-ડિવીઝન પોલીસે ભગવતીપરા પુલ ઉતરતા સ્વામીનારાયણ ડેરી સામે રહેતાં ધીરજ ઉર્ફ ધીરીયો ગોવિંદભાઇ સાથલપરા (ઉ.વ.૩૦)ને તેના ઘરમાંથી રૂ. ૯૬૦૦ના ૨૪ બોટલ દારૂ સાથે પકડી લીધો છે.

પકડાયેલા ધીરજ વિરૂધ્ધ તેની પત્નિ રૂપલબેન પતિ માથાકુટ કરતો હોવા અંગેની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને આવતાં ઇન્વે. સ્ટાફના હેડકોન્સ. હિતેષભાઇ જોગડા, હિતેષભાઇ કોઠીવાર, દિવ્યરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પીઆઇ એમ. બી. ઓૈસુરાની સુચના મુજબ મહિલાના ઘરે તપાસ કરવા ગયો હતો. એ દરમિયાન ઘરમાં તપાસ કરતાં દારૂની બોટલો મળી આવી હતી. જે ધીરજ ઉર્ફ ધીરીયાએ સંઘરી હોઇ તેને પકડી લીધો હતો. તે કયાંથી લાવ્યો અને કોને આપવાનો હતો? તે અંગે તપાસ કરવાની હોઇ રિમાન્ડની તજવીજ થઇ રહી છે.

(12:44 pm IST)