Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

'ગાય અને આધુનિક વિજ્ઞાન' વિષે કાલે ડો. કથીરીયાનો વેબીનાર

અજીત મહાપાત્રાજી અને પૂ. કઠસિઘેશ્વરજી પણ માર્ગદર્શન આપશે

રાજકોટઃ તા.૧૨ અર્થ ફોર પીપલ દ્વારા ' ગાય અને આધુનીક વિજ્ઞાન' વિષય પર વેબીનાર યોજાશે. જેમાં રાષ્ટ્રીય કામઘેનુ આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયા આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન મુજબનું આત્મ નિર્ભર ભારત બનાવવા ' ગૌ આધારીત ઉદ્યોગો' અંગે માર્ગદર્શન આપશે.

આ વેબીનારમાં એસ.એન.સીંઘજી (ચેરમેન, ગૌસેવા આયોગ, ઉત્તરપ્રદેશ), અજીત મહાપાત્રાજી (સહસંયોજક, ગૌસેવા વિભાગ, આર.એસ.એસ.), પ.પ્ર. સ્વામીજી કઠસિધેશ્વર સીધાગીરી મઢ (કોલ્હાપુર) માર્ગદર્શન આપશે. મોડરેટર તરીકે ટીમ અર્થના આયુષ સુલતાનીયા રહેશે. આ વેબીનાર કાલે તા.૧૩ સપ્ટેમ્બર રવિવારે ૧૧ કલાકે ફેસબુક લીંક facebook.com/arthforpeople પર નિહાળી શકાશે. તેમ યાદીના જણાવાયું છે.

(11:23 am IST)