Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

૭ વિસ્તારોમાં ૮૯ માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર

ગઇકાલે ૫૧ હજાર ઘરમાં સર્વે કરાયો તેમાંથી માત્ર ૯૨ તાવ - શરદી - ઉધરસના દર્દી મળ્યા : ૧૧ હજાર લોકોને ધનવંતરી રથ મારફત તપાસ કરાઇ : મ્યુ. કોર્પોરેશનની ૧૦૦૦ ટીમો સર્વે માટે ફરી વળી

રાજકોટ તા. ૧૨ : શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત શહેરના કુલ ૧૫ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયુ હોવાનું જાહેર થયું છે અને આ ૭ વિસ્તારોમાં ૮૯ જેટલા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવાયા છે અને ગઇકાલે કુલ ૫૧હજાર ઘરોમાં સર્વે દરમિયાન ૯૨ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.  આ અંગે સત્તાવાર જાહેર થયેલ વિગતો આ મુજબ

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ અંબિકા ટાઉન શીપ-નાનામવા રોડ, વિજયનગર-નવા થોરાળા, શ્રી કોલોની- પંચવટી મેઇન રોડ, સ્વપ્ન સિદ્ધિ- એરપોર્ટ રોડ, જીવન નગર- રૈયા રોડ, જયરાજ પ્લોટ-કેનાલ રોડ,  સહિતના વિસ્તારોમાં ૮૯ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૫૧ હજાર ઘરોનો સર્વેઃ ૯૨ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૫૧,૨૫૨  હજાર ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૯૨ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે સદ્દગુરુ- રણછોડ નગર,  શ્રમજીવી સોસાયટી, પુનીતનગર, ફાલ્કન, વાવડી ઇનડસ્ટ્રીયલ એરીયા, ગોકુલ ધામ, અક્ષય ગ્રીન, પરસાણા નગર, હંસરાજ નગર, જસાણી પાર્ક, માલધારી સોસાયટી સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૫૧૮ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(2:59 pm IST)