Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

આદીજાતિ અનામત બેઠક અંગે રજુઆત

મહાનગરપાલીકા ચુંટણી અર્થે નવુ સીમાંકન જાહેર કરવામાં આવતા જે વિસ્તારમાં આદીવાસી ભીલ સમાજની વસતી ઓછી છે તેવા વોર્ડ નં. ૧૫ માં આદીજાતિ સ્ત્રી અનામત બેઠક ફાળવવામાં આવી છે. હકીકતે આદીવાસી ભીલ સમાજનો વસવાટ વોર્ડ નં. ૧ તથા વોર્ડ નં. ૭ માં વધારે છે. આ બાબતે થયેલ અન્યાય દુર કરવા ભીલ સમાજ રાજકોટ હીત રક્ષક સમિતિ દ્વારા ચુંટણી પંચને રજુઆત કરવામાં આવી છે. રજુઆત સમયની તસ્વીરમાં આદીવાસી ભીલ સમાજના આગેવાનો નજરે પડે છે.

(3:02 pm IST)