Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કોરોનાનો અજગર ભરડો છતા

ભા.જ.પ.શાસકો અને કમિશ્નરના વલણથી આશાવર્કર અને હેલ્થવર્કર બહેનો ઉગ્ર રજુઆત માટે મજબુર બની : કોંગ્રેસ

બેટી બચાવો-બેટી પઢાવોના નારાવાળી સરકાર હવે બહેનોને સાંભળતી નથીઃ ગાયત્રીબા વાઘેલાનો આક્રોશ

રાજકોટ તા.૧ર : શહેરમાં કોરોના વોરિયર્સની ફરજ બજાવતા હેલ્થ વર્કર બહેનો આશાવર્કર બહેનો વગેરેને પગાર કાયમી કરવા સહીતના મુદ્દે અન્યાય થઇ રહ્યો છે.

આ બાબતે મેયર અને મ્યુ.કમિશ્નર સહીતના અધિકારીઓ-પદાધિકારીઓને રજુઆતો કરવા છતા તેઓના પ્રશ્ન નહી ઉકેલાતા આ બહેનોએ ના-છુટકે ઉગ્ર રજુઆતો કરવી પડી રહી  હોવાનું પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ એક નિવેદનમાં જણાવ્યુ઼ છે. આ અંગે ગાયત્રીબાએ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે સમગ્ર દેશની જનતા આ મહામારી સામે લડી રહી છે અને સરકારની કોવીડ-૧૯ ની ગાઇડલાઇનના નિયમોનુ તુસ્તો પણે પાલન કરી રહી છે. લોકડાઉન અને અન લોક- થી લઇ અત્યારની સ્થીતી સુધી સરકાર દ્વારા જે સુચનાઓ આપવામાં આવી તેનું પાલન કરતા-કરતા કરોડો રૂપિયાના સરકારના જુદા-જુદા દંડ પણ જનતાએ ભરપાઇ કર્યા તેની સામે સરકાર દ્વારા ઉદ્યોગપતિઓ વેપારીઓ સરકાર કર્મચારી મંડળો અને સામાજીક, સંસ્થાઓ, પાસેથી કોવીડની કામગીરી  કરવાના હેતુથી કરોડો રૂપિયાનું ફંડ મૂખ્યમંત્રી રાહતનિધિ માટે ઉઘરાવ્યું.

પરંતુ કોરોના મહામારીમાં ઘરે-ઘરે જઇ લતે-લતે ફરી મામુલી વેતનમાં કામ કરતા આશાવર્કર, હેલ્થવર્કર બેનોને તેમની જીવના જોખમે પરીવારની પણ પરવા કર્યાવગર સામાન્ય આમ જનતાના આરોગ્યથી સુખકારી ચિંતા કરનારને માત્ર ૩૦ રૂપેડી મળે છતા પણ ભાજપના નિષ્ઠુર શાસકો આ બહેનોની વાત પણ ન સાંભળે કમિશ્નરશ્રી મળવા માટેનો સમય પણ ન આપે તે કયાંનો ન્યાય છે.

૮ થી ૧૦ વર્ષ સુધી ફરજ બજાવવા છતા પણ આરોગ્ય વિભાગ તેમને તેમનો મળવાપાત્ર હકક-હિસ્સા પણ ન દેવડાવી શકે તે બહેનોને તેમની હક્કની રજાનો લાભ પણ ન મળે વધારાની કામગીરીનું મહેનતાણુ પણ ન મળે અને તંત્રને મન પડે ત્યારે કોઇપણ સમયે ફરજ ઉપર બોલાવવાનો આદેશ કરે તે બધીજ બાબતો અનઉચિત અને ન્યાયને પણ સંગત નથી તેઓ આક્ષેપ ગાયત્રીબાએ નિવેદનના અંતે કર્યો છે.

(3:32 pm IST)