Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

પ્ર.નગર પોલીસે અઠવાડીયામાં પાંચ પાસા વોરન્ટની બજવણી કરી

ખંડણીના ગુનામાં વસીમ દલવાણી વડોદરા જેલહવાલે થયો

રાજકોટ તા. ૧૨: પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે વધુ એક શખ્સને પાસા તળે જેલમાં ધકેલવા આદેશ કર્યો છે. જંકશન પ્લોટ ગાયકવાડી ૮ના ખુણે ભીસ્તીવાડમાં રહેતાં વસીમ જુસબભાઇ દલવાણી (ઉ.૨૫)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજુર કરી તેને વડોદરા જેલહવાલે કરવા આદેશ થયો હતો.  પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ, એએસઆઇ સંજયભાઇદવે, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, જનકભાઇ કુગશીયા, કોન્સ. હરેશ કુકડીયા, કોન્સ. અશોક હુંબલ, અક્ષય ડાંગર, પીસીબીના રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા અને રાહુલગીરી ગોસ્વામીએ વોરન્ટ બજવણીની કાર્યવાહી કરી હતી. નોંધનીય છે કે પ્ર.નગર પોલીસે અઠવાડીયામાં પાંચ પાસા વોરન્ટની બજવણી માટે કાર્યવાહી કરી છે. અગાઉ ચોરીના ગુનામાં જે ત્રણને પાસામાં ધકેલવા આદેશ થયો હતો તેમાંથી બેને કોરોના પોઝિટિવ આવ્યાનું જાણવા મળ્યું છે. આ બંનેને રેનબસેરામાં પોલીસ બંદોબસ્ત હેઠળ રખાયા છે. બાકીના ત્રણને અલગ-અલગ જેલહવાલે કરાયા છે.

(4:02 pm IST)