Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

રામનાથપરા મકરબા શેરીમાં ઓરડીમાંથી દારૂની ૪૮ બોટલ સાથે સીકંદર ઉર્ફે કબુ પકડાયો

રાજકોટ,તા. ૧૨: શહેરના રામનાથપરામાં મકરબા શેરીમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ઓરડીમાંથી દારૂની ૪૮ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહંમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, એસીપી ડી.વી.બસીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.સાખરા તથા હેડ કોન્સ. ધીરેનભાઇ માલકીયા, કોન્સ. ઉમેશભાઇ ચાવડા , ભગીરથસિંહ ઝાલા, હીરેનભાઇ સોલંકી, સંજયભાઇ, દીપકભાઇ, મહેશભાઇ, યોગીરાજસિંહ, જયપાલસિંહ તથા કિરીટસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે કોન્સ. ઉમેશભાઇ, ભગીરથસિંહ તથા હિરેનભાઇને મળેલી બાતમીના આધારે રામનાથપરા મકરબા શેરીમાં આવેલી ઓરડીમાં દરોડો પાડી રૂ. ૧૯,૨૦૦ની કિંમતની દારૂની ૪૮ બોટલ સાથે સીકંદરઉર્ફે કબુ ઇકબાલભાઇ નોતીયાર (ઉવ.૩૫) (રહે. રામનાથપરા મકરબા શેરી)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.એસ.પટેલ, હેડ કોન્સ. ખોડુભા, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઇ, દિગ્વીજયસિંહ તથા બ્રીજરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે દિગ્વીજયસિંહ અને ગોપાલભાઇને મળેલી બાતમીના આધારે જામનગર રોડ દ્વારકાધીશ પેટ્રોલપંપ પાસેથી રૂ. ૮૦૦થી દારૂની બે બોટલ સાથે યશ ઉર્ફે યશપાલ ઘોડાભાઇ બોરીચા (ઉવ.૧૯) (રહે. મનહરપુર -૧ પૃથ્વીરાજ પાર્ક સોસાયટી)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જ્યારે ત્રીજા દરોડામાં બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. એ.જે. બસીયા તથા ચાંપરાજભાઇ મોરબી રોડ બેડી ચોકડી પાસેથી દારૂની એક બોટલ સાથે નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ પરમાર (ઉવ.૨૬) (રહે.મોરબી રોડ ઉજ્જવલ સોસાયટી)ને તથા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.કે.રાજપુરોહીત અને એએસઆઇ જે.ડી.વાઘેલાએ પેટ્રોલીંગ દરમ્યાન બાલાજી હોલ પાસેથી જીજે-૩જેઆર ૯૨૨૫ નંબરની હોન્ડા સીટી કારમાંથી ધનવંત દીનેશભાઇ પડેલીયા (ઉવ.૩૪)(રહે. પર્ણકુટી સોસાયટી-શેરી નં.-૫) ને દારૂની એક બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(12:38 pm IST)