Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

શુક્રવારે રાજકોટ-જીલ્લાની વિધાનસભાવાઇઝ ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ થશે : રર લાખ ર૯ હજારથી વધુ મતદારો

સૌથી વધુ ૬૯-રાજકોટમાં ૩ લાખ ૪૪ હજાર મતદાર : સૌથી ઓછા ગોંડલી બેઠકમાં ર લાખ રર હજાર : રર૩ર મતદાન મથકો : નવા ૪ર૧૧પ ઉમેરાયા : ૧૧ લાખ પ૯ હજાર પુરૂષનો ૧૦ લાખ ૬૯ હજાર સ્ત્રી મતદારો જાહેર

રાજકોટ, તા.૧૩ : રાજકોટ જીલ્લા કલેકટર તંત્રે ૧પમીના શુક્રવારે રાજકોટ-જીલ્લાની ૮ વિધાનસભા બેઠકવાઇઝ ફાઇનલ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવા તૈયારી કરી લીધી છે. આજે નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધાધલે તમામ ડે. કલેકટર પાસેથી ફાઇનલ વિગતો મેળવી લીધી હતી.

ચૂંટણી સુત્રોના ઉમેર્યા પ્રમાણે ૧પ જાન્યુ.-ર૦ર૧ની દૃષ્ટિએ રાજકોટ શહેર-જીલ્લામાં ફાઇનલ મતદારો રર લાખ ર૯ હજાર અને ૬૯૧ થશે, તેમાં રાજકોટની-૩ બેઠકના ૮ લાખ ૮૪ હજારનો પણ સમાવેશ થાય છે. આ કુલ રર લાખ ર૯ હજારમાં સૌથી વધુ મતદારો ૬૯-રાજકોટમાં ૩ લાખ ૪૪ હજાર, તો બીજા ક્રમે રાજકોટ રૂરલના ૩ લાખ ૪૩ હજાર અને સૌથી ઓછા મતદારો ગોંડલ વિધાનસભા બેઠકની ર લાખ રર હજાર ફાઇનલ કરાયા છે.

ચૂંટણી અધિકારી સુત્રોએ ઉમેર્યું હતું કે ૮ વિધાનસભા બેઠકમાં કુલ રર૩ર મતદાન મથકો ફાઇનલ થયા છે. તાજેતરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સ્ત્રી-પુરૂષ મળી નવા નામ કુલ ૪ર૧૧પ ઉમેરાયા છે.

૧પમીએ પ્રસિદધ થનાર ફાઇનલ મતદાર યાદી

વિધાનસભા બેઠક

પોલીંગ સ્ટેશન

 પુરૂષ  મતદારો

સ્ત્રી મતદારો

 કુલ મતદારો

૬૮-રાજકોટ

ર૬૩

૧પ૧૦૪૮

૧૩૪૮૬૦

ર૮પ૯૧૪

૬૯-રાજકોટ

૩૦૮

૧૭૪૯૦ર

૧૬૯પ૪પ

૩૪૪૪પ૯

૭૦-રાજકોટ

રર૮

૧૩૦૭૬૮

૧ર૩૩૦પ

રપ૪૦૮૧

૭૧-રાજકોટ-રૂરલ

૩૬૭

૧૮૦૪૪૪

૧૬ર૭૮૧

૩૪૩ર૩૭

૭ર-જસદણ

ર૬૧

૧ર૯૪૭૮

૧૧૬૬૮૯

ર૪૬૧૬૭

૭૩-ગોંડલ

ર૩૬

૧૧પ૪૦૮

૧૦૬૯ર૪

રરર૩૪૬

૭૪-જેતપુર

ર૯૮

૧૪૦૬પ૯

૧ર૮૧પ૯

ર૬૮૮ર૦

૭પ-ધોરાજી

ર૭૧

૧૩૭૧પ૬

૧ર૭પ૦૯

ર૬૪૬૬૭

     કુલ

રર૩ર

૧૧પ૯૮૬૩

૧૦૬૯૭૭ર

રરર૯૬૯૧ 

(3:51 pm IST)