Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

સાત હનુમાન ચેકપોસ્ટ પાસેથી કારમાંથી દારૂની ૧ર૦ બોટલ સાથે ભાવીક પકડાયો

રાજકોટ તા.૧૩ : કુવાડવા રોડ પર સાત હનુમાન ચેક પોસ્ટ પાસે કુવાડવા રોડ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી કારમાંથી દારૂની ૧ર૦ બોટલ સાથે કોળી શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર એક શખ્સ કારમાં દારૂ ભરીને નીકળવાનો હોવાની કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ અરવિંદભાઇ મકવાણા, સતીષભાઇ લાવડીયાને બાતમી મળતા પીઆઇ એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.પી.મેઘલાતર, હેડ કોન્સ. અરવિંદભાઇ, જયંતીભાઇ, કિશોરભાઇ, દેવેન્દ્રસિંહ, સતીષભાઇ તથા મુકેશભાઇ સહિત વોચમાં હતી ત્યારે સાત હનુમાન ચેક પોસ્ટ પાસેથી પસાર થતી જી.જે.૩ બી.એ. પ૧૩પ નંબરની સેન્ટ્રોકારને રોકી તલાશી લેતા તેમાંથી રૂ.૪૮૦૦૦ ની કિંમતની દારૂની ૧૨૦ બોટલ મળી આવતા કારમાં બેઠેલા ભાવીક અશોકભાઇ રોજાસરા (ઉ.ર૬) (રહે. મનહરપરા શેરી નં.૭ ચુનારાવાડ પાસે) ને પકડી લીધો હતો અને પોલીસે દારૂનો જથ્થો તથા કાર મળી રૂ.૧,૪૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(2:34 pm IST)