Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

એડવોકેટ સંજય પંડિતની બાર કાઉ. દ્વારા એક વર્ષ માટે સનદ સસ્પેન્ડ કરવા સામેની રીટ હાઇકોર્ટમાંથી પાછી ખેંચી

રાજકોટ, તા. ૧૩ :  એડવોકેટ સંજય પંડિતને બાર કાઉન્સીલે સનદ ૧ વર્ષ માટે સસ્પેન્ડ કરતા હાઇકોર્ટમાં કરેલ રીટ પરત ખેંચી લીધાનું જણાવા મળેલ છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની કમીટીએ સંજય પંડીત વિરૂધ્ધની ફરીયાદ આવતા તમામ પુરાવાઓ રજુઆત તથા બંને પક્ષો વકીલોને સાંભળી સંજય પંડીત એડવોકેટની એક વર્ષ માટે સનદ સસ્પેન્ડ કરતો આદેશ કરેલ હતો ત્યારબાદ તેમને બે વખત ઉપરની ઓથોરીટીમાં જવાની તક આપેલ છતાં ન જતા સસ્પેન્ડ કાયમ રાખતો હુકમ કમીટી ચેરમેન પી.ડી. પટેલે કરેલ હતો.

આ આદેશ બાદ સંજય પંડીત દ્વારા નામ. ગુજરાત હાઇકોર્ટમાં બંધારણની કલમ-રર૬ હેઠળ રીટ પીટીશન દાખલ કરેલ હતી જે જસ્ટીસ એ.જે. શાસ્ત્રીની કોર્ટમાં સુનાવણી ઉપર આવતા કોર્ટમાં પંડીત દ્વારા હાયર ઓથોરીટીમાં પણ અપીલ કરવામાં આવેલનું ફલીત થયેલ.

કોર્ટમાં દલીલ દરમ્યાન એડવોકેટ એકટ હેઠળ અપીલ થયેલનુ ફલીત થતા હાઇકોર્ટ દ્વારા એવું અવલોકન કરવામાં આવેલ કે, પ્રથમ એપેલન્ટ ઓથોરીટી સમક્ષ જે અપીલ કરેલ છે તેનો નિર્ણય આવ્યા બાદ રીટ પીટીશન ફાઇલ કરવી જોઇએ. તેથી અરજદારના વકીલે એપેલન્ટ ઓથોરીટી રૂબરૂ સુનાવણી બાદ ફરી નામ. ગુજરાત હાઇકોર્ટમાં રીટ કરવાની પરવાનગી સાથે અરજી વીથ ડ્રો કરવાની પરવાનગી આપેલ હતી.

(2:43 pm IST)