Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

રાજકોટ રહેતાં મોરબી એસપી કચેરીના પીએસઆઇ ડી. કે. ચાવડા કોરોના સામે જંગ હાર્યાઃ કાલે સાંજે ટેલિફોનીક બેસણું

રેલનગરમાં રહેતાં હતાં: અગાઉ રેલ્વે અને સુરત ફરજ બજાવી હતીઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શોક સલામી અપાઇ

રાજકોટઃ રેલનગર ભગવતી હોલવાળી શેરીમાં રહેતાં મુળ ભાણવડના પાછતર ગામના વતની હાલ મોરબી જીલ્લા એસપી કચેરીમાં રીડર પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં ધનસુખભાઇ કાનજીભાઇ ચાવડા (ઉ.વ.૫૬)નું કોરોનાથી સંક્રમિત થયા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. શહેર પોલીસ દ્વારા સદ્દગતને શોક સલામી આપવામાં આવી હતી.

પીએસઆઇ ડી. કે. ચાવડા અગાઉ રાજકોટ રેલ્વે ડીવાયએસપી કચેરી અને સુરત શહેરમાં ફરજ બજાવી ચુકયા હતાં. હાલ મોરબી ફરજ બજાવતાં હતાં. સાતેક દિવસથી તાવ આવતો હોઇ રાજકોટ સારવાર માટે ખસેડાતાં કોવિડ પોઝિટિવ જાહેર થતાં દાખલ કરાયા હતાં. મંગળવારે સ્થિતિ નાજુક બનતાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતાં. પરંતુ અમુક કલાકોની સારવારને અંતે દમ તોડી દેતાં પોલીસ બેડામાં અને પરિવારજનો તથા બહોળા મિત્રવર્તુળમાં શોક છવાઇ ગયો હતો. તેમને સંતાનમાં એક પુત્રી ચાંદનીબેન અને બે પુત્ર નિખીલભાઇ તથા જયદિપભાઇ છે. તેઓ ભદ્રેશભાઇ (એએસઆઇ જામખંભાળીયા), મનિષભાઇ અને શોભનાબેન તથા નિતુબેનના મોટાભાઇ થતાં હતાં. સદ્દગતનું ટેલિફોનીક બેસણું ૧૫મીએ ગુરૂવારે સાંજે ૪ થી ૬ (જયદિપભાઇ-૯૭૧૩૮ ૦૨૦૧૨, નિખીલભાઇ-૯૫૩૭૧ ૩૪૪૩૨ અને નવીનભાઇ-૯૮૨૫૯ ૧૧૦૮૯) રાખેલ છે.

(11:44 am IST)