Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

રાજકોટ સોનીબજાર શુક્ર-શનિ અને રવિવાર એમ ત્રણ દિવસ સ્વૈચ્છીક લોકડાઉન પાળશે

ગોલ્ડ ડીલર્સ એસો,નો મોટો નિર્ણંય : ઝવેરીબજારના તમામ વેપારી ભાઈઓને સ્વૈચ્છીક બંધમાં જોડાવવા અપીલ

રાજકોટ : રાજકોટ સહીત સમગ્ર રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, દિન પ્રતિદિન કોરોના કેસમાં વધારો થઇ રહયો છે સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક શહેરો અને ગ્રામ્યમાં આંશિક - સ્વૈચ્છીક બંધ પાળીને કોરોનાની ચેઇન તોડવા પ્રયાસ થઇ રહ્યાં છે ત્યારે એશિયાની ગોલ્ડ હબ મનાતી રાજકોટની સોની બજારમાં આગામી શુક્રવારથી ત્રણ દિવસ સ્વૈચ્છીક લોકડાઉન રાખવા રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો, દ્વારા નિર્ણય કરાયો છે

  રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના ચેરમેન પ્રભુદાસભાઇ પારેખ અને પ્રમુખ ભાયાભાઇ સાહોલિયાએ રાજકોટ સોનીબજારમાં ત્રણ દિવસના સ્વૈચ્છિક બંધમાં જોડાઈને આપીને કોરોનાની ચેન તોડવાના પ્રયાસમાં તમામ વેપારી ભાઈઓને  સહયોગ આપવા અપીલ કરી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજકોટ સોનીસમાજ દ્વારા કોરોના રસીકરણ કેમ્પ યોજાયેલ હતો જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો

(2:48 pm IST)