Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સિવિલ હોસ્પિટલમાં ભાજપ આગેવાનનું નામ ઇન્જેકશનના ગોરખંધામાં ખુલતાં કોંગ્રેસના બે પૂર્વ કોર્પોરેટરના ધરણાઃ પોલીસે અટકાયત કરી

રાજકોટઃ કોરોનાની મહામારી વચ્ચે લોકોને મદદરૂપ થવાને બદલે ભાજપના આગેવાને કોરોનાની સારવારમાં ઉપયોગી ઇન્જેકશનના કાળા ધંધા શરૂ કર્યાનો પર્દાફાશ થતાં તેના વિરોધમાં આજે શહેર કોંગ્રેસના આગેવાન અને પુર્વ કોર્પોરેટર વિજય વાંક તથા ઘનશ્યામસિંહ જાડેજાએ જ્યુબીલી ચોકમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા યોજી વિરોધ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને પાંચ હજાર ઇન્જેકશન મળી શકે અને સામાન્ય માણસને ઇન્જેકશન મળતાં નથી ત્યારે બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પડ્યા રહેતાં ભાજપના વગદાર અને કહેવાતા આગેવાન ઇન્જેકશનના ગોરખધંધા કરે છે એ શરમજનક કહેવાય. હોસ્પિટલમાં દર્દીઓને પુરતા બેડ મળતાં નથી અને લોકો હેરાન થઇ રહ્યા છે ત્યારે ભાજપ આગેવાને ઇન્જેકશનના નામે જે કર્યુ તેની સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે. ધરણા કરનારા આ બંને પૂર્વ કોર્પોરેટરનો એ-ડિવીઝન પોલીસે અટકાયત કરી હતી. બંનેને પોલીસવેનમાં બેસાડીને લઇ જવાયા હતાં અને કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:03 pm IST)