Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

બાલાજી હોલ પાસેથી દીપેશ જેઠવા ચોરાઉ એકસેસ સાથે પકડાયો

રાજકોટ,તા. ૧૪: દોઢ સો ફુટ રોડ પર બાલાજી હોલ પાસે ખીજડાવાળા રોડ પરથી માલવીયાનગર પોલીસે બાતમીના આધારે એક શખક્ષ્સને ચોરાઉ એકસેસ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ દોઢ સો ફુટ રોડ પર બાલાજી હોલ સામે એક શખ્સ ચોરાઉ એકસેસ લઇને ઉભો હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. હરપાલસિંહ જાડેજા અને ભાવેશભાઇ ગઢવીને બાતમી મળતા પીઆઇ કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ કછોટ, મહેશભાઇ, હિતેષભાઇ સહિતે બાલાજી હોલની સામે ખીજડાવાળા રોડ પરથી ચોરાઉ એકસેસ સાથે દીપેશ અરવિંદભાઇ જેઠવા (ઉવ.૨૧) (રહે. માલધારી સોસાયટી)ને પકડી લીધો હતો. પકડાયેલ દિપેશ અગાઉ યુનિવર્સિટી પોલીસ મથકમાં ત્રણ વાહન ચોરી અને પ્રનગર તથા ટંકારા પોલીસ મથકમાં પણ પકડાઇ ચૂકયો છે.

(3:45 pm IST)