Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેકશન તથા હોસ્પિટલોમાં બેડની સ્થિતિ સંદર્ભે કલેકટર રેમ્યા મોહન દ્વારા ધડાધડ પગલા

રાજકોટ તા. ૧૪ : કોરોનાના કેસોમાં ભયંકર ઉછાળો આવતા તેની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઇન્જેકશન તથા રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં બેડની પરિસ્થિતિ સંદર્ભે રાજકોટના કલેકટરશ્રી રેમ્યા મોહનજીએ આજે ધડાધડ પગલા લઇને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. હેલ્પલાઇન નંબરોમાં પણ ઉમેરો કર્યો છે તથા દર્દીઓના મોકલવાના થતા ડોકયુમેન્ટસની પ્રક્રિયા પણ સરળ બનાવી દીધી છે.

રાજકોટ કલેકટર તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેકશનની ઉપલબ્ધતા તથા રાજકોટની હોસ્પિટલોમાં ખાલી બેડની જાણકારી અર્થે કંટ્રોલરૂમ શરૂ કર્યો છે. જેના માટે ફોન નંબરો જાહેર કર્યા છે, કે જેથી લોકો સરળતાથી માહિતી મેળવી શકે.

રેમડેસિવિર ઇન્જેકશન માટેના નંબરો

(૧) ૯૯૭૪૦ ૭૩૧પ૦ (ર) ૯૯૭૪૦ ૭૩૩પ૦ (૩) ૯૯૭૪૦ ૭૩૪પ૦(વોટસએપ) (૪) ૯૯૭૪પ ૮૩૯પપ (પ) ૯૯૭૪પ ૮૪૭પપ (૬) ૯૯૭૪પ ૮૩રપપ (વોટસએપ)

હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા જાણવા માટેના નંબરો

(૧) ૯૪૯૯૮ ૦૪૦૩૮ (ર) ૯૪૯૯૮ ૦૬૪૮૬ (૩) ૯૪૯૯૮ ૦૧૩૩૮

(૪) ૯૪૯૯૮ ૦૬૮ર૮ (પ) ૯૪૯૯૮ ૦૧૩૮૩

કલેકટરશ્રી રેમ્યા મોહનજીની સૂચના  અનુસાર કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને હોસ્પિટલના મેડીકલ સ્ટોરમાંથી જ રેમડેસિવિર ઇન્જેકશન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

જે દર્દીઓ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં દાખલ ન હોય તેવા દર્દીઓએ ડોકટર દ્વારા આ સાથે આપેલ વોટસએપ નંબર (૧) ૯૯૭૪૦ ૭૩૪પ૦ તથા (ર) ૯૯૭૪પ ૮૩રપપ ઉપર દર્દીનું નામ તથા નીચે દર્શાવેલ ડોકયુમેન્ટ વોટસએપ કરવાના છે. જે ડોકયુમેન્ટસની ખરાઇ કરીને તંત્ર દ્વારા માત્ર ડોકટર્સને રેમડેસીવીર ઇન્જેકશન પુરા પાડવામાં આવશે.

આ માટે તમામ ડોકટર્સે તેમના એક માણસને રેમડેસિવિર ઇન્જેકશન લેવા માટે અધિકૃત કરવાનું પણ કલેકટરશ્રી રેમ્યા મોહનજીની યાદીમાં જણાવાયું છે. હેલ્પ લાઇનમાંથી સૂચના મળ્યે ડોકટર્સના પ્રતિનિધીએ જ રેડમેસીવીર ઇન્જેકશન મેળવી લેવાના રહે છે.

વોટસએપ કરવાના ડોકયુમેન્ટસની વિગતો

(૧) કોરોના સંક્રમીત દર્દીનું આધાર કાર્ડ

(ર) દર્દીનો કોરોના પોઝીટીવ  RT-PCR/CTSCAN  હોવાનો રીપોર્ટ

 (૩) રેમડેસિવિર ઇન્જેકશનની ભલામણ કરનાર એમ. ડી. ડોકટરનું પ્રિસ્ક્રીપ્શન.

કોઇપણ દર્દીના સગાએ હેલ્પ લાઇનનો સંપર્ક ન કરવા પણ અપીલ કરવામાં આવી છે. જરૂરીયાત મુજબ ટ્રીટમેન્ટ કરનાર ડોકટર્સ જ આ હેલ્પલાઇનનો સંપર્ક કરે તે જ ઇચ્છનીય અને હિતાવહ છે.

રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેકશન માટેની હેલ્પલાઇનના ત્રણેય નંબર સતત બીઝી

-નંબર લગાડવાની ટ્રાય ચાલુ જ રાખતા ઘણી વખત ફોન અન્ય જગ્યાએ ફોરવર્ડ કર્યો હોવાનું કે નંબર ઇનવેલિડ છે તેવું સંભળાઇ રહ્યું છે.

અકિલા એ ગઇકાલે જ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતાઃ આજે ત્વરીત અમલ થઇ ગયો

રાજકોટ તા.૧૩ : કોરોનાના કેસમાં જબ્બર-દસ્ત ઉછાળો આવતા તેની સારવારમાં ઉપયોગી ગણાતા રેમડેસિવિર ઇન્જેકશનની માંગમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. રેમડેસિવિર ઇન્જેકશનની અવેલેબિલિટી સંદર્ભે રાજકોટમાં તંત્ર દ્વારા ત્રણ મોબાઇલ નંબર ૯૯૭૪૦ ૭૩૧પ૦, ૯૯૭૪૦ ૭૩૩પ૦, અને ૯૯૭૪૦ ૭૩૪પ૦ સાથેની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

પરંતુ ત્રણેય નંબર સતત બીઝી મળતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘણી વખત તો નંબર લગાડવાની ટ્રાય સતત ચાલુ જ રાખવામાં આવે તો ફોન નંબર અન્ય જગ્યાએ ફોરવર્ડ કર્યો હોવાનું કે પછી નંબર ઇનવેલિડ છેતેવું સાંભળવામાં આવે છ.ે કોરોનાને કારણે સતત ભયમાં જીવતા અને રેમડેસિવિર ઇન્જેકશન મેળવવા માટે દોડાદોડી કરતા લોકોને સમયસર સચોટ અને યોગ્ય માહિતી મળે તેવું લોકો ઇચ્છી રહ્યા  છે.

-હેલ્પલાઇનમાં નવા નંબરોનો ઉમેરો તથા વોટસએપ દ્વારા ડોકયુમેન્ટસ મોકલવાના સરળ ઉપાયો જાહેર કરાયા

- ઘરે સારવાર કરનાર ડોકટર્સ જ રેમડેસિવિર સંદર્ભે નિર્ણય લેશે

- રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેકશન માટેની હેલ્પલાઇનમાં વધુ ત્રણ નંબરોનો ઉમેરો કરાયો

- શરૂઆતમાં અપાયેલ ત્રણેય નંબર સતત બીઝી મળતા હોવાની ફરીયાદ તંત્રને મળતા કલેકટરશ્રી રેમ્યા મોહન દ્વારા તાત્કાલિક પગલા લેવાયા.

-નવા નંબરો (૧) ૯૯૭૪પ ૮૩૯પપ(ર) ૯૯૭૪પ ૮૪૭પપ (૩) ૯૯૭૪પ ૮૩રપપ (વોટસએપ)

(4:12 pm IST)