Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

દૂકાન મામલે ન્યાય ન મળતાં ૧૯મીએ વાળંદ પરિવારના ચાર સભ્યો આત્મવિલોપન કરશેઃ પોલીસ કમિશનરને રજૂઆત

ક્ષોૈરકર્મ ધંધાદાર સમિતિના આગેવાનો-સભ્યોએ બેનરો સાથે પહોંચી લેખિત રજૂઆત કરી ન્યાય માંગ્યો

રાજકોટઃ ક્ષોૈરકર્મ ધંધાદાર સમિતી-રાજકોટ દ્વારા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલને લેખિત રજૂઆત કરી ગોંડલ રોડ પર સાંઇઠ વર્ષથી વાળંદ કામની અમદાવાદ હેર કટીંગ નામે દૂકાન ધરાવતાં બચુભાઇ ગોવિંદભાઇ ચોૈહાણને થયેલા અન્યાય બાબતે ન્યાય અપાવવા માંગણી કરી છે. તેમજ લેખિત રજૂઆતમાં એવી ચિમકી ઉચ્ચારી છે કે સતત રજૂઆત કરવા છતાં જાનકી ડેવલપર્સ બિલ્ડર તરફથી ન્યાય ન મળતાં અંતે ૧૭મીએ ગુરૂવારે સાવરે ૧૧ કલાકે પોતાના પરિવારના ચાર સભ્યો દૂકાનવાળી જગ્યાએ કે જ્યાં હાલ બિલ્ડીંગ બની ગયું છે ત્યાં આત્મવિલોપન કરશે. પોતાની દૂકાન બીજાને ઉંચી કિમતે આપી દઇ અન્યાય કરવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ક્ષોૈરકર્મ ધંધાદાર સમિતીના આગેવાનો, સભ્યો પોલીસ કમિશનર કચેરીએ ઉમટી પડ્યા હતાં અને રજૂઆત કરી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:48 pm IST)