Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ભાજપ અગ્રણી - સીન્ડીકેટ સભ્ય ડો. ભરત રામાનુજ કોરોનાથી સંક્રમિત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૪૦થી વધુ કર્મચારી - અધિકારીઓ કોરોના પોઝીટીવ થયા હતા, હજુ પણ યુનિવર્સિટી ક્ષેત્રમાં કોરોનાનો ઉપાડો યથાવત

રાજકોટ, તા. ૧૪ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજુ કોરોનાનો કહેર યથાવત છે. શિક્ષણ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ ભાજપ અગ્રણી અને સીન્ડીકેટ સભ્ય ડો.ભરતભાઈ રામાનુજ પણ કોવિડ-૧૯થી સંક્રમિત થતા ભારે ચિંતાની લાગણી પ્રસરી છે.

જાણવા મળતી વિગતો મુજબ શિક્ષણ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.ભરતભાઈ રામાનુજને છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના લક્ષણ માલૂમ પડતા આપમેળે કોવિડ-૧૯નો રીપોર્ટ કરાવેલ જે પોઝીટીવ આવેલ. ડો.ભરતભાઈ રામાનુજ હોમ આઈસોલેશન થયા છે અને જરૂરી રીપોર્ટ કરાવી રહ્યા છે. તબીબોના માર્ગદર્શન હેઠળ આગળની  સારવાર લેશે. ભાજપ અગ્રણી અને સીન્ડીકેટ સભ્ય ડો.ભરતભાઈ રામાનુજે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે મારો કોવિડનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મારી તબિયત સ્વસ્થ છે. હુ ઘરે જ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યો છું. છેલ્લા ૪ દિવસથી મારા નજીકના સંપર્કવાળા લોકોએ રીપોર્ટ કરાવવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.  અત્રે એ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં કુલપતિ પેથાણી, રજીસ્ટાર સોની, પરમાર, જોષી સહિત ૪૦થી વધુ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી અમુક ફરજ પર  હાજર થયા છે. ત્રણ દિવસ પૂર્વે યુનિવર્સિટીના કુલનાયક દેસાણીને પણ પોઝીટીવ આવેલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ હજુ કોરોનાનો ઉપાડો યથાવત હોવાનું જાણવા મળે છે.

(3:15 pm IST)