Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

હુડકો કવાર્ટરમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડાઃ ૮ મહિલા પત્તાટીંચતા ઝડપાઇ

ભકિતનગર પોલીસે મહિલાઓ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૪ : શહેરના કોઠારીયા રોડ પર હુડકો કવાર્ટરમાં મહિલા સંચાલીત જુગારધામ પર ભકિતનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતી આઠ મહિલાને ઝડપી લીધી છે.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકનાં એએસઆઇ સુભાષભાઇ  ડાંગર સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે હુડકો કવાર્ટરમાં મહીલા જૂગાર રમાડતી હોવાની બાતમીન આધારે હુડકો કવાર્ટર નં. બી. -૩૯૩ માં દરોડો પાડી કવાર્ટર માલીક મધુબેન પ્રવિણભાઇ ભટ્ટી, પુજા પાર્ક શેરી નં. ૩ ના સોનલબેન સંજયભાઇ કાંજીયા, પીરવાડી સામે ધરમનગર શેરી નં. ર ન સોનલબેન લલીતગીરી ગોસ્વામી, પુજા પાર્ક શેરી નં. ૩ ના સંગીતબેન મહિપતભાઇ શીંગાળા, હુડકો કવાર્ટર નં. સી., ૩૪૪ ના જયશ્રીબેન સુરેશભાઇ જાદવ, લક્ષ્મીવાડી શેરી નં. ૧૬/૧૭ ના વર્ષાબેન કેશુભાઇ ચાવડા, કોઠારીયા રીંગ રોડ, વિજયનગર શેરી નં. ૧ ના મનીષાબેન જયસુખભાઇ ભટ્ટી અને હુડકો કવાર્ટર નં. સી.-૩૩૪ ના વનીતાબેન બાલાભાઇ ચાવડાને પકડી લઇ રૂ. ૪૯૮૦ ની રોકડ સહિતની મતા કબજે કરી જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

(3:49 pm IST)