Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

પાનની દુકાન, હોટલ અને ટી સ્ટોલ બહાર સોશિયલ ડીસ્ટન્સ ન જાળવનારા વેપારીઓ સહિત ૩૬ ઝડપાયા

બેથી વધુ મુસાફરો બેસાડી નીકળેલા રિક્ષા ચાલકો અને ત્રિપલ સવારી નીકળનારા બાઇક ચાલકો પણ ઝપટે ચડયા

રાજકોટ, તા. ૧૪ : શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે, જેમાં ગઇકાલે અલગ અલગ વિસ્તારમાં દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ ન જાળવનાર વેપારીઓ તથા રિક્ષામાં બેથી વધુ મુસાફરોને લઇને નિકળેલા ચાલકો અને બાઇક પર ત્રિપલ સવારી નીકળનારા સહિત ૩૬ વ્યકિતને પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી જેની વિગતો આ મુજબ છે.

એ-ડીવીઝન પોલીસે લાખાજીરાજ રોડ પરથી ઘનશ્યામ કોડુમલભાઇ અડવાણી, જવાહર રોડ પર મોમાઇ ટી-સ્ટોલ બહાર ગ્રાહકો એકઠા કરનાર ભુપત જીલાભાઇ ગરીયા, કરણસિંહજી ચોક પાસે માસ્ક પહેર્યા વગર નીકળેલા આકાશ વિનુભાઇ વાણીયા, ટાગોર રોડ પર મુંબઇ સ્નેકસ નામની દુકાન બહાર ગ્રાહક એકઠા કરનાર જયંત ધીરજલાલ વસાણી, તથા બી-ડીવીઝન પોલીસે ભગવતીપરા મેઇન રોડ પરથી રિક્ષા ચાલક કિશોર સોમાભાઇ મેર, કુવાડવા રોડ નવાગામ જૂના જકાતનાકા પાસેથી બાઇક પર ત્રિપલ સવારી નીકળનાર સંતોષ સુખરામભાઇ યાદવ, પેડક રોડ પર પાણીના ઘોડા પાસેથી બાઇક પર નીકળેલા મીત વિનોદભાઇ રામાણી, અક્ષય બાબુભાઇ સીંધવ, દેવાંગ શૈલેષભાઇ પરસાણા તથા થોરાળા પોલીસે કન્ટઇન્મેન્ટ ઝોન આરાધના સોસાયટી શેરી નં.૪માંથી કોરોન્ટાઇન કરાયેલ પ્રવિણ નથુભાઇ મકવાણા, તથા આજીડેમ પોલીસે કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે ક્રિષ્ના ડેરી બહાર ગ્રાહકો એકઠા કરનાર રમેશ કાનજીભાઇ નાકરાણી, આજીડેમ ચોકડી પાસેથી રિક્ષા ચાલક જીતેન્દ્ર જેઠાલાલભાઇ નીમાવત તથા માલવીયાનગર પોલીસે અમરનગર-૧ શેરી નં.૧ પાસે 'હા મોજ હા' નામની પાનની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર  સંદીપ ચુનીભાઇ પરમાર, કન્ટેઇનમેન્ટ ઝોન કૃષ્ણનગર શેરી નં. ૧૦/૧૧માં કોરોન્ટાઇન કરાયેલ મયુર મહેન્દ્રભાઇ પંચાસરા, દોઢસો ફુટ રોડ તિરૂપતી શેરી નં. ર પાસે ગ્રીન શ્રુતી નામની ઇંડાની લારી પાસે ગ્રાહકો એકઠા કરનાર ઉમેદ રહીમભાઇ ભલુર થા રોયલ એગ્સ નામની લારી પાસે ગ્રાહકો એકઠા કરનાર વસીમ મોયુદીનભાઇ ઠેબા, દેવા રાધેશ્યામભાઇ દાસ તથા પ્ર.નગર પોલીસે જંકશન મેઇન રોડ રેલ્વે સ્ટેશન પાસેથી રીક્ષા ચાલક જતીન જયસુખભાઇ કણસાગરા, સદર બજાર પાસેથી રીક્ષાચાલક રાજુ કવાભાઇ વાઘેલા, ચૌધરી હાઇસ્કુલ પાસેથી રીક્ષાચાલક અજીત મોહબતભાઇ પઠાણ તથા ગાંધીગ્રામ પોલીસે દોઢસો ફુટ રોડ પરથી રીક્ષાચાલક પ્રવિણ મનસુખભાઇ બગડા, વજુ મેલુભાઇ શીયાળીયા, રૈયા રોડ પ્રેરણા એપાર્ટમેન્ટ-ર બ્લોક નં. ર૦૧માં કોરોન્ટાઇન કરવા છતા બહાર નીકળનાર અમીબેન પ્રતીકભાઇ ધોળકીયા, બજરંગવાડી પોલીસ ચોકી પાસેથી રીક્ષાચાલક રાયધન વિસાભાઇ પરમાર તથા તાલુકા પોલીસે સગુન ચોકડી પાસેથી રમેશ બધાભાઇ ઘોડાસરા, વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં સંત શિરોમણી નામની પાનની દુકાન બહાર ગ્રાહક એકઠા કરનાર સુજાનસિંહ મહેન્દ્રસિંહ વાળા, ૧પ૦ ફુટ રીંગ રોડ પાટીદાર ચોકમાંથી રીક્ષાચાલક લખમણ ટપુભાઇ ચૌહાણ, મવડી મેઇન રોડ જે.પી.સોડાવાલા નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર દર્શન હસમુખભાઇ પરસણા, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નિકળનાર સિધ્ધાર્થ દિનેશભાઇ પરમાર, પૃથ્વી દેવજીભાઇ મકવાણા, હર્ષવર્ધન રમેશભાઇ મુંધવા તથા યુનિવર્સિટી પોલીસે સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર શાક માર્કેટ પાસેથી રવી રાજુભાઇ ડાભી, યુનિવર્સિટી રોડ પર પનઘટ ડીલકસ પાનની દુકાન ધરાવતા રવી ખીમજીભાઇ જલુ, સાધુ વાસવાણી રોડ પર ઇલોરા કોમ્પલેક્ષમાં કિષ્ના ડીલકસ પાન એન્ડ હોટલ દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર મયા હીરાભાઇ જાદવ, ગુરૂજી આવાસ યોજનાના કવાર્ટર પાસે શાકભાજીની માર્કેટમાં રેકડી ધરાવતા મુકેશ દાનાભાઇ મકવાણા, અરવિંદ તળશીભાઇ ડાભીને પકડી લીધા હતા.

(3:50 pm IST)