Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ખાદ્યતેલમાં ઉછાળોઃ સીંગતેલ અને કપાસીયા તેલમાં ડબ્બે ૧૦ રૂ. વધ્યા...

નવા ટીનના ભાવ ર૧૭પ-રર૦પ તથા કપાસીયા ટીનના ભાવ ૧પપ૦ થી ૧પ૭૦ રૂ. થયા

રાજકોટ તા. ૧૪ :.. નવા સપ્તાહના પ્રારંભે ખાદ્યતેલમાં ઉછાળો જોવા મળ્યો હતો. સીંગતેલ અને કપાસીયા તેલમાં ડબ્બે ૧૦ રૂ.નો ભાવ વધારો થયો છે.

સ્થાનીક બજારમાં કાચા માલની અછતના અહેવાલે સીંગતેલમાં ૧૦ રૂ.નો ઉછાળો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧રપ૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ૧ર૬૦ રૂ. થયા હતા. જયારે સીંગતેલ નવા ટીનના ભાવ ર૧૬પ થી ર૧૯પ રૂ. હતા તે વધીને ર૧૭પ થી રર૦પ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતાં. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ વધીને ૯૧૦ રૂ. અને કપાસીયા ટીનના ભાવ ૧૪૦૦ થી ૧પ૬૦ રૂ. હતા તે વધીને ૧પપ૦ થી ૧પ૭૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યો હતાં. સીંગતેલમાં ગત શનીવારે પણ ૧૦ રૂ. વધ્યા હતાં. બે દિ' માં ડબ્બે રૂ. ર૦ રૂ.નો ભાવ વધારો થયો છે.

(3:54 pm IST)