Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

કાલ સવાર સુધી દિવાળીનો ભાગઃ બેસતુ વર્ષ બે દિ' ઉજવવાની તક

સોમવારે એકમ-બીજ ભેગાઃ ધોકા બાબતે વિભિન્ન મતઃ લાભ પાંચમ ગુરૂવારે

રાજકોટ,તા.૧૪: વિક્રમ સંવત ૨૦૭૬નું વર્ષ  વિદાય લઇ રહ્યુ છે. નવા વર્ષના સ્વાગતની તૈયારી ચાલી રહી છે. આજે બીજ દિવાળી છે. સામાન્ય રીતે દિવાળીનાં બીજા દીવસે નૂતન વર્ષ ઉજવાતુ હોય છે.આ વખતે બેસતા વર્ર્ષ બાબતે એકથી વધુ મત પ્રવર્તે છે.

આજે દિવાળી છે. શાસ્ત્રોકત દ્રષ્ટ્રીએ દિવાળી આવતીકાલે સવારે ૧૦:૩૦ વાગ્યા સુધી ગણાશે. અમુક વિદ્વાનો આવતીકાલ રાત સુધી દિવાળીનો ભાગ હોવાનું કહે છે. કાલે ૧૦:૩૧ વાગ્યા નૂતન વર્ષ ગણાઇ. અન્નકુટ દર્શન આવતીકાલે થશે.જોકે એક વર્ગ આવતીકાલનાં દિવસને ખાલી (ધોકો) ગણે છે. તેમના મતે નૂતન વર્ષ સોમવારે ઉજવાશે.આમ વિભિન્ન મત હોવાથી લોકોને કાલે અને સોમવારે બન્ને દિવસ નવુ વર્ષ મનાવવાની તક મળશે. ભાઇબીજ પણ સોમવારે છે. લાભ પાંચમ તા.૧૯ ગુરુવારે ઉજવાશે.મોટાભાગનાં ધંધાર્થીઓ  વેપાર-ધંધાની શરૂઆત લાભ પાંચમથી કરતા હોય છે. સરકારી કચેરીઓમાં શની,રવી,સોમ ત્રણ દિવસની રજા છે. લોકો કોરોનાની પીડા ભુલી વર્ર્ષનાં સૌથી મોટા તહેવારની ઉજવણીના રંગે રંગાય છે.

(2:43 pm IST)