Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

પતંગ-દોરાને કારણે રાજકોટ વિજ તંત્રની ટીમોને દોડધામ થઇ પડી : રપ ફીડરોમાં ટ્રીપીંગ : ૬ જમ્‍પરોમાં ધડાકા

રાજકોટ શહેર અને બહારની બાજુએ ૬૦થી ૭૦ ફરીયાદો : તંત્ર દ્વારા ધડાધડ કામગીરી

રાજકોટ, તા. ૧પ : પતંગ-દોરાને કારણે રાજકોટ શહેરની અંદર અને બહારની બાજુએ અનેક સ્‍થળે લાઇટો ગૂલ થવાથી ફરીયાદો ઉદ્‌ભવી હતી.

અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે સવારે ૧૧થી સાંજે ૬ાા દરમિયાન ૬૦થી ૭૦ જેટલી ફરીયાદો આવતા દરેક સબ ડીવીઝનોની લાઇનમેનોની ટીમોને સતત દોડધામ થઇ હતી. સવારથી સાંજ સુધીમાં જામનગર રોડ, માધાપર, વાવડી, કાલાવડ રોડ, જંગલેશ્વર-ગોંડલ રોડ વિગેરે આઉટ સાઇડના રપ થી વધુ ફીડરોમાં ટ્રપીંગ આવ્‍યું હતું, પરંતુ દરેક ફીડર ૧૦ થી ૧પ મીનીટમાં ચાલુ કરી દેવાયા હતા. કોઇ જીવલેણ અકસ્‍માત નથી બન્‍યો, પરંતુ ૬ જેટલા જમ્‍પરોમાં ધડાકા થતાં ઉડયા હતા, જે બલાવી નાંખવામાં આવ્‍યા હતાં.

આ વખતે તાર તૂટવાની કોઇ ગંભીર ફરીયાદો ઉદ્‌ભવી ન હતી. વીજ તંત્રની ટીમોદ્વારા રાજકોટ શહેર સર્કલમાં ધડાધડ કામગીરી ઉદ્‌ભવી હતી

(10:35 am IST)
  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST

  • 23 જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે : નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 જન્મ જયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે access_time 7:14 pm IST

  • કોવિદ -19 કરતા પણ ભાજપ વધુ ખતરનાક છે : હિન્દૂ મુસ્લિમો વચ્ચે દંગા કરાવે છે : જો પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન આવશે તો મુસલમાનોનું કાઉન્ટ ડાઉન શરૂ : ટી.એમ.સી.સાંસદ નુસરત જહાં access_time 6:36 pm IST