Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

રૈયાધાર ઇન્દીરાનગરમાં કેશુ ચૌહાણના મકાનમાં દરોડોઃ જુગાર રમતા ૭ ઝડપાયા

મકાન માલીક કેશુ તથા નરોતમ, પ્રદિપ, પ્રવિણ, મહેશ, બળવંત અને તળશીની ધરપકડઃ તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઇ

રાજકોટ તા. ૧૪ :.. રૈયાધાર ઇન્દીરાનગર મફતીયાપરામાં ચાલતા જુગારધામ પર યુનિવર્સિટી પોલીસે મકાનમાં દરોડો પાડી જૂગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ રૈયાધાર ઇન્દીરા નગરમાં કેશુ કાનાભાઇ ચૌહાણ પોતાના મકાનમાં જૂગાર રમાડતો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજાને મળતા પીઆઇ. એ. એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. બી. જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઇ, હરપાલસિંહ, મહેન્દ્રસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, મુકેશભાઇ, કૃષ્ણદેવસિંહ, બ્રિજરાજસિંહ સહિતે ઇન્દીરાનગર મફતીયાપરાનાં મકાનમાં દરોડો પાડી જૂગાર રમતા મકાન માલીક કેશુ કાનાભાઇ ચૌહાણ તથા ઇન્દીરાનગરના નરોતમ ડુંગરભાઇ ડાભી, પ્રદીપ વિનોદભાઇ વાઘેલા, પ્રવિણ આલજીભાઇ વોરા, મહેશ લક્ષ્મણભાઇ વાઘેલા, બળવંત ગેલાભાઇ વેગડા તથા તળશી રત્નાભાઇ રાઠોડને પકડી લઇ રૂ. ૧૦,૩૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી અને તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

(12:07 pm IST)