Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કૃષ્ણનગર પાસેથી મોબાઇલની ચીલઝડપ કરનાર સગીર ઝડપાયો

માલવીયાનગર પોલીસે સગીરને દબોચી ત્રણ મોબાઇલ કબ્જે કર્યા

રાજકોટ,તા. ૧૫: મવડી કૃષ્ણનગર મેઇન રોડ પરથી માલવીયાનગર પોલીસે બાતમીના આધારે મોબાઇલની ચીલ ઝડપ કરનારા સગીરને ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ મવડી રોડ સ્વામીનારાયણ ચોક પાસે કૃષ્ણનગર મેઇન રોડ પર એક શખ્સ ચોરાઉ મોબાઇલ વેચવા નીકળ્યો હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઇ તથા હરપાલસિંહને બાતમી મળતા પીઆઇ કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.કે. ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ, મહેશભાઇ, હિતેષભાઇ સહિતે કૃષ્ણનગર મેઇન રોડ પરથી ચોક સગીરને પકડી લઇ ત્રણ ચોરાઉ મોબાઇલ સાથે પકડી લીધો હતો.

(3:24 pm IST)