Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ફોરેક્ષ ટ્રેડિંગના નામે દેશભરના લોકોને ધૂતવાનું જબરૂ કારસ્તાન ઝડપી લેતી રાજકોટ ક્રાઇમ બ્રાંચઃ સુત્રધાર ધોરાજીના લતિફ સહિત ૭ ઝડપાયા

ગૂગલ પ્લેસ્ટોરમાં ઇગલ ટ્રેડ અને ગ્લોબલ ટ્રેડ નામે ગેરકાયદે એપ્લીકેશન મુકી આ એપ્લીકેશન ઓટોમેટિક ટ્રેડ થાય છે, ઉપયોગ કરી સુરત એન્જલ બ્રોકીંગ અને શેર બજારના ખાતાઓમાંથી મોબાઇલ નંબરો મેળવી કોલસેન્ટરમાંથી ફોન કરી ૨૦૦થી ૫૦૦ ડોલરનું રોકાણ કરવાથી ૧૦૦ ટકા નફો થાય છે...તેવું કહી શેરબજારમાં ડિમેટ ધરાવનારાને ફસાવતા'તા : બે મહિનાથી ધમધમતું હતું કોલ સેન્ટરઃ તમામ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા : ૧૫ થી ૩૫ હજાર રૂપીયા યુ.પી.આઇ. અથવા બેંક એકાઉન્ટમાં જમા કરાવનારને મોબાઇલ એપ્લીકેશનમાં ડોલરમાં કન્વર્ટ કરી મોબાઇલ એપ્લીકેશનમાં જ બેલેન્સ બતાવી દેતા હતાં: ત્યારબાદ બે-ત્રણ દિવસમાં જ ૩૦ હજારનો નફો કસ્ટમરના એકાઉનટમાં સોફટવેર મારફત મેન્યુપ્લેટ કરી ખોટો બતાવી દેતાં અને કસ્ટમરને ફોન કરી જણાવતાં કે ૩૦ હજારનો નફો થયો છે! : સ્ટાર પ્લાઝામાં ચોથા માળે ઓફિસ ખોલી કોલ સેન્ટર ચાલુ કરાયું હતું ધોરાજીનો જ આમિર નરીવાલા અને નશરૂલ્લાહ પારૂપીયા મદદ કરતાં: ૪ યુવતિઓને કોલ સેન્ટરમાં નોકરીએ રાખી'તી : ખોટો નફો દેખાડ્યા પછી ૩૦ ટકા કમિશન પેટે ૧૦ હજાર મેળવી લેતાં અને રોકાણકારને માત્ર ૫૦ ડોલર (રૂ. ૩૫૦૦) આપતાં: એક કસ્ટમરને છેતરવા માટે તેની પાછળ ૧૫ થી ૨૫ દિવસનો સમય લેતાં: એ પછી મોબાઇલનું સિમ કાર્ડ અને કસ્ટમરનું એકાઉન્ટ એમ બંને બંધ કરી દેતાં

ક્રાઇમ બ્રાંચે જેની ધરપકડ કરી છે તે સાત પૈકીના ત્રણ શખ્સો લતિફ, આમીર અને નશરૂલ્લાહ

રાજકોટ તા. ૧૫: શહેરના ફુલછાબ ચોકના સ્ટારપ્લાઝા બિલ્ડીંગના ચોથા માળે કોલ સેન્ટરની આડમાં ધમધમતાં દેશભરના લોકોને ફોરેક્ષ ટ્રેડિંગના નામે છેતરવાના કોૈભાંડનો શહેર ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કરી સુત્રધાર ધોરાજીના લતિફ નામના શખ્સ તથા ધોરાજીના જ બીજા બે શખ્સો અને ચાર યુવતિ મળી ૭ને ઝડપી લીધા છે. જબરા કારસ્તાનમાં લતિફ સાથે બીજા બે શખ્સો પકડાયા છે તે પણ ધોરાજીના છે. જ્યારે અન્ય ચાર યુવતિઓને કોલ સેન્ટરમાં નોકરી પર રાખી શેરબજારમાં ડિમેટ એકાઉન્ટ ધરાવતાં લોકોને ફોન કરી સ્કીમ સમજાવવાનું અને ફસાવવાનું કામ સોપાયુ હતું.

એન્જલ બ્રોકીંગ સુરતમાં નોકરી કરી ચુકેલા લતિફ નરીવાલાએ ગૂગલ પ્લેસ્ટોરમાં ઇગલ ટ્રેડ અને ગ્લોબલ ટ્રેડ નામે બે એપ્લીકેશન બનાવડાવી તેનો ઉપયોગ કરી કોલ સેન્ટરમાં નોકરીએ રાખેલી યુવતિઓ મારફત શેરબજારમાં ડિમેટ ધરાવતાં લોકોના ફોન નંબરો ગેરકાયદેસર રીતે મેળવી તેના આધારે ફોન કરી તમે અમારી એપ્લીકેશનમાં ૨૦૦ થી ૫૦૦ ડોલર (ભારતીય રકમ મુજબ ૧૫ થી ૩૫ હજાર)નું રોકાણ-ટ્રેડિંગ કરશો તો ૧૦૦ ટકા નફો મળશે તેવી લાલચ આપી બાદમાં જે તે નાગરિકના મોબાઇલ એપ્લીકેશનના એકાઉન્ટમાં જ નફો બતાવી જો આ રકમ ઉપાડવી હોય તો કમિશન પેટે ૩૦ હજાર જમા કરાવવા પડશે તેમ કહી કમિશનની રકમ મેળવી લીધા બાદ થોડા દિવસમાં જે તે કસ્ટમર-નાગરિકનું એકાઉન્ટ પ્લોક કરી દઇ છેતરપીંડી કરતો હોવાનું સામે આવ્યું છે. ભારતભરના અનેક નાગરિકોને આ રીતે છેતર્યાની શકયતાએ તપાસ શરૂ થઇ છે.

૭ની ટોળકી વિરૂધ્ધ ગુનો

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાએ ફરિયાદી બની આ બારામાં ૭ આરોપીઓ  કોલ સેન્ટરના સંચાલક લતિફ ઇરશાદભાઈ નરીવાલા (ઉ.વ. ૨૨ રહે. હાલ નહેરૂનગર રૈયારોડ, રાજકોટ મુળ ધોરાજી જી. રાજકોટ),  આમીર અમીનભાઈ નરીવાલા (ઉ.વ.-૨૭ રહે. નહેરૂ નગર, રેયારોડ , મુળ ધોરાજી નંદકુવરબા હોસ્પીટલ સામે), નશરૂલ્લાહ અસ્પાકભાઇ પારૂપીયા (ઉ.વ.-૨૨, રહે. નહેરૂનગર મકરાણીનો ડેલો, રૈયારોડ, મુળ  ધોરાજી દાણાવાલા ચોક) તથા ટેલી કોલર તરીકે નોકરી કરતી અને બીબીએ સુધી ભણેલી કાજલ ભરતભાઈ મકવાણા (ઉ.વ.૨૧ રહે. પંચનાથ પ્લોટ-૪ મંગલમ હોસ્પીટલ સામે, કૈલાશ હોસ્ટેલમાં ભાડેથી મુળ રહે. ભગા તળાવ, લાલગર બાવાનો મઢ હવેલીવાળી શેરી નં. ૪ ભાવનગર), ગ્રેજન્યુએશન સુધી અભ્યાસ કરી ચુકેલી ટેલી કોલર કોમલ હરેશભાઇ પ્રાગડા (ઉ.વ.રર-રહે. રોયલ પાર્ક – ૯, ધનશ્યામ હોસ્ટેલ, કે.કે.વી હોલ ચોક પાસે હુન્ડાઇના શો રૂમ પાછળ કાલાવાડ રોડ, મુળ-૪- હર્ષદપુર, લાલપુર ચોકડીથી આગળ જી. જામનગર),  એમએ બીએડ સુધીનો અભ્યાસ કરેલી ટેલી કોલર પુજા. રસીકભાઇ સોલંકી (ઉ.વ.૨૪ રહે. નવાગામ રામાપીરના મંદીર પાસે મફતીયાપરા ગ્રીનલેન્ડ ચોકડી પાસે, રાજકોટ) તથા ચોથી ટેલી કોલર ગ્રેજ્યુએટ સાહીસ્તા વસીમભાઇ કુંપી (ઉ.વ. રર-રહે. જામનગર ગરીબનવાઝ પાર્ક-ર, મોરકંડા રોડ, જામનગર) વિરૂધ્ધ આઇપીસી  ૪૧૯, ૪૨૦, ૧૨૦-બી, ૧૧૪ અને આઇટી એકટની કલમ ૬૬ સી-ડી મુજબ ગુનો નોંધી સાતેયની ધરપકડ કરી લીધી છે.

આ રીતે કરતાં હતાં ઠગાઇ

સાતેય આરોપીઓ પૂર્વયોજીત કાવતરાના ભાગ રૂપે શેરબજારમાં ડીમેટ ધરાવતા લોકોના લીડ ડેટા (મોબાઇલ નંબરો મેળવી ગેરકાયદેસર રીતે SEBI કે અન્ય કોઇ સક્ષમ સંસ્થાના કોઇપણ પ્રકારના લાયસન્સ વગર આરોપીઓએ કોઇ ડેવલોપર પાસે ફોરેક્ષ ટ્રેડીંગની EAGLE TRADE Ö×ë GLOBAL TRADE loLSA QuelseIol Holid aa azalani https://olay google.com/store/apps/details?. id=com.eagle.trade

4211 https://play.google.com/store/apps/details?id= com.globle.trade all yel del Gualau sel doll poti સુરત મુકામેના એન્જલ બ્રોકિંગના તથા અન્ય શેરબજારના એકાઉન્ટ માથી લીડ ડેટા (મોબાઇલ નંબરો) મેળવી તેના થકી ભારતના અલગ અલગ રાજયમાં રહેતા નાગરીકોને સૌપ્રથમ કોલસેન્ટર મારફતે કસ્ટમરને ફોન કરી ૨૦૦ થી પ૦૦ ડોલર (ભારતીય ચલણ મુજબ આશરે ૧૫,૦૦૦ થી ૩૫,૦૦૦) માં ઉપરોકત બંને મોબાઇલ એપ્લીકેશનમાં ટ્રેડ કરવાથી ચોકકસ નફો થાય અને  બંને મોબાઇલ એપ્લીકેશનમાં ઓટોમેટીક ટ્રેડ થાય છે તેમજ ૧૦૦ ટકા નફો આપે છે તેની ખાત્રી આપી વિશ્વાસમાં લઇ અને નફો થાય તેમાંથી ૩૦ ટકા કમીશન અમને આપવાનુ તેવી લાલચ આપી ખાતું ખોલાવવા માટે લલચાવતા હતાં.

જે વ્યકિત ખાતુ ખોલાવવા તૈયાર થાય તેની પાસેથી આધાર કાર્ડ, પાનકાર્ડ, બેંક ડીટેઇલ અલગ અલગ વ્હોટ્સએપ નંબરથી મેળવી બંને મોબાઇલ એપ્લીકેશનમાં ફોરેક્ષ ટ્રેડિંગનું એકાઉન્ટ બનાવી દઇ અને એ એકાઉન્ટ એકટીવ કર્યા પછી જે તે નાગરિક આરોપીઓના અલગ અલગ બેંક એકાઉન્ટમાં પ્રથમ આશરે રૂ. ૧૫,૦૦૦ થી રૂ. ૩૫,૦૦૦ જેટલા રૂપીયા યુ.પી.આઇ. અથવા બેંક એકાઉન્ટમાં જમા કરાવે એટલે એમને બંને મોબાઇલ એપ્લીકેશનમાં ડોલરમાં કન્વર્ટ કરી મોબાઇલ એપ્લીકેશનમાં બેલેન્સ બતાવી દેતા હતાં. ત્યારબાદ બે-ત્રણ દિવસમાં રૂ. ૩૦,૦૦૦નો નફો કસ્ટમરના એકાઉન્ટમાં સોફટવેર મારફતે મેન્યુપ્લેટ કરી ખોટો બતાવી દેતાં હતાં. એ પછી  કસ્ટમરને ફોન કરી રૂ. ૩૦,૦૦૦નો નફો થયો છે.

પરંતુ જો રોકાણકાર આ રકમ ઉપાડવા-વીડ્રો કરવા ઇચ્છે તો તેને કહેવાતું કે તમારે નફાને તમારા બેંક એકાઉન્ટમાં અથવા યુ.પી.આઇ. મારફતે વિડ્રો કરવો હોય તો અમારા બેંક એકાઉન્ટમાં રૂ. ૧૦,૦૦૦ (૩૦ ટકા કમીશન) જમા કરાવો. જેથી કોઇ કસ્ટમર જમા કરાવે તો તેને પુરા પૈસા નહીં આપી માત્ર ૫૦ ડોલર (આશરે ૩૫૦૦ રૂપીયા) પરત તેના એકાઉન્ટમાં આપતા અને ત્યારબાદ કસ્ટમરનો વિશ્વાસ કેળવી વાતોમાં લઇ બીજા -ત્રીજા દિવસે આશરે રૂ. ૩૦,૦૦૦ થી રૂ. ૫૦,૦૦૦નો ખોટો નફો મોબાઇલ એપના એકાઉન્ટમાં મેન્યુપ્લેટ કરી ખોટો પ્રોફીટ કસ્ટમરના એકાઉન્ટમાં ડીસ્પ્લે કરી અને તમારે નફાને વિડ્રો કરવો હોય તો અમારા બેંક એકાઉન્ટમાં ફરી વખત ૩૦ ટકા કમીશન જમા કરાવો તેમ કહેતાં હતાં.

જેથી કોઇ કસ્ટમર પૈસા જમા કરાવે તો એ પછી તેની સાથે વાતચીતમાં ઉપયોગમાં લીધેલુ મોબાઇલનું સીમકાર્ડ બંધ કરી દેતા હતા અને એક કસ્ટમરની સાથે છેતરપીંડી કરવા પાછળ આશરે ૧૫ થી ૨૫ દિવસનો સમય ફાળવતા હતા અને ત્યારબાદ તેનું એકાઉન્ટ બંધ કરી દેતા હતા.

કુલ કેટલાને છેતર્યા, બીજા કેટલાની સંડોવણી? તે સહિતના મુદ્દે તપાસ

પકડાયા એ સિવાયના બીજા કેટલા સંડોવાયા છે? ભારતના કેટલા નાગરિકોને છેતર્યા છે? ઇગલ ટ્રેડ તથા ગ્લોબલ ટ્રેડ એપ્લીકેશ કોની પાસે ડેવલોપ કરાવી છે? તે સહિતની તપાસ થઇરહી છે. તેમજ આરોપીઓના મોબાઇલની કોલ ડિટેઇલ કઢાવવા પણ તજવીજ થઇ રહી છે.  તેમજ આ કોલસેન્ટર માથી ભારતીય નાગરીકોના નાણા કયા બેંક એકાઉન્ટમા મેળવતા હતા તે બાબતે તપાસ ચાલુ છે.

 કોલ સેન્ટરમાં નોકરી માટેની જાહેરાત પરફેકટ જોબ પ્લેસમેન્ટ તથા વર્કઇન્ડીયામાં ઓનલાઇન જાહેરાત બ્લુ ટ્રેડર્સ નામની કંપનીએ આપેલ હોય તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. કોલ સેન્ટર જ્યાં ચાલતું હતું એ ઓફીસ કોની માલીકીની છે? ગુન્હામાં ઉપયોગમાં લીધેલ ફોન નંબરો કોના કોના નામે છે? તેની પણ તપાસ થશે.  આરોપીઓના કોવીડ-૧૯ ટેસ્ટના રિપોર્ટ બાદ ધરપકડ કરી રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આટલો મુદ્દામાલ કબ્જે કરાયો

પોલીસે કોલ સેન્ટરની ઓફિસમાંથી લેપટોપ, માઉસ તથા ચાર્જર રૂ.૪૦,૦૦૦ના,  રાઉટર નંગ રૂ. ૧,૦૦૦, અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૮ કિમત રૂ. ૫૦,૦૦૦, લાઇટ બીલ, સ્ક્રીપ્ટ, હાજરી રજીસ્ટર, લીડ ડેટા, કિ.રૂ. ૨૦૦૦ના મળી કુલ રૂ. ૯૯,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કામગીરી કરનાર ટીમ

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી તથા પીએસઆ એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. સુભાષભાઇ ઘોઘારી, રાજેશભાઇ બાળા, રધુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા તથા કોન્સ. અશોકભાઇ ડાંગર, શકિતસિંહ ગોહિલ તેમજ પેરોલ ફર્લો સ્કવોડના મહીલા કોન્સ. ભુમિકાબેન ઠાકર, એસીપી કચેરીના કોન્સ. દેવરાજભાઇ કળોતરા સહિતે આ કામગીરી કરી હતી. (૧૪.૭)

પીઆઇ વી. કે. ગઢવી-પીએસઆઇ એચ.બી. ધાંધલ્યાની ટીમના પેટ્રોલીંગ વખતે

 હેડકોન્સ. રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને કોન્સ. અશોક ડાંગરની બાતમી પરથી દરોડો

પીઆઇ વી. કે.ગઢવી તથા પીએસઆઇ એચ.બી.ધાંધલ્યાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડ કોસ્ટેબલ રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને કોન્સ. અશોકભાઈ ડાંગરને ચોકકસ બાતમી મળતાં તેના આધારે રાજકોટ ફુલછાબ ચોક સ્ટાર પ્લાઝા ચોથા માળે ૪૦૯ નંબરની INSURE CARE નામની ઓફીસમાં દરોડો પાડી ભારતના અલગ અલગ રાજયના નાગરીકો સાથે છેતરપીંડી કરતી ગેંગનુ કોલસેન્ટર પકડી લેવાયું હતું.

સાયબર ક્રાઇમના ગુના શોધવા પોલીસ કમિશનર અગ્રવાલની ખાસ સુચના હતી

.પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ ધ્વારા વર્તમાન પરીસ્થિતીને ધ્યાનમાં રાખીને કેટલાક ખાસ પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા બાબતે તેમજ આધુનીક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આચરવામાં આવતા સાયબર ક્રાઇમના ગુન્હાઓ બાબતે અંગત રીતે રસ દાખવી અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી વાળા આર્થીક સાયબર ક્રાઇમના ગુન્હાઓ શોધી કાઢવા તમામ પોલીસ સ્ટેશનોને ખાસ સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે અંતર્ગત તદન અલગ એવો સાયબર ક્રાઇમ રીલેટેડ આ ગુન્હો પીઆઇ વી.કે.ગઢવીની આગેવાની હેઠળ ટીમે શોધી કાઢ્યો છે.

સંચાલક ૧૨ ચોપડી અને સુપરવાઇઝર તથા આસી. સુપરવાઇઝર ૮ ધોરણ સુધી ભણેલા

ટેલીકોલર્સ યુવતિઓ ગ્રેજ્યુએશન, બીએડ સુધીનો અભ્યાસ કરેલીઃ બધાને ૧૦ હજાર પગાર અને કસ્ટમર દીઠ ૧૦ ટકા કમિશન અપાતું

. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ કોલ સેન્ટરનો સંચાલક ધોરાજીનો લતિફ નરીવાલા ધો-૧૨ સુધી ભણેલો છે. આમીર કોલ સેન્ટરનો સુપરવાઇઝર છે અને તે ૮ ચોપડી ભણ્યો છે. જ્યારે નશરૂલ્લાહ આ કોલ સેન્ટરમાં આસીસ્ટન્ટ સુપરવાઇઝર છે અને તે પણ ૮ ચોપડી સુધી ભણ્યો છે. આ બંને સુપરવાઇઝર તથા ટેલીકોલર્સ તરીકે કામ કરતી ૪ યુવતિઓને મહિને રૂ. ૧૦ હજારનો પગાર આપવામાં આવતો હતો તેમજ કસ્ટમર દીઠ ૧૦ ટકા કમીશન અલગથી આપવામાં આવતુ હતુ.

રોકાણકારને ફસાવવા સ્ક્રિપ્ટનો ઉપયોગ થતોઃ સ્ક્રિપ્ટ વાંચનની અઠવાડીયા ટેલી કોલર્સ યુવતિઓને સુધી તાલિમ અપાતી

ટેલી કોલર્સ યુવતિઓ દ્વારા શેબબજારમાં ડિમેટ ધરાવતાં રોકાણકારને ફસાવવા માટે તેને કઇ રીતે સમજાવવા, કઇ રીતે વાતચીત કરવી તે માટે સુત્રધાર લતિફે સ્ક્રિપ્ટ તૈયાર કરીને આપી હતી. આ મુજબ જ વાંચન કરીને યુવતિઓ રોકાણકારને રોકાણ કરવા જણાવતી હતી. તેમાં લખેલું હતું  કે તેઓ જે ઇનવેસ્ટમેન્ટ કરશે તેમાં તેમને કયારેય નુકશાન નહી જાય. ટેલી કોલર્સને આ સ્ક્રિપ્ટ વાંચનની અઠવાડીયા સુધી તામિલ પણ અપાતી હતી.

લતિફ એન્જલ બ્રોકીંગના અનુભવને આધારે મોબાઇલ નંબરો સરળતાથી મેળવી લેતો

 સૂત્રધાર લતિફ દ્વારા ન્યુઝ પેપરમાં અંદાજીત બે મહીના પહેલા ટેલીકોલર મેળવવા માટે જાહેરાત આપવામાં આવેલી હતી આ જાહેરાત આધારે ભરતી કરવામા આવેલ. લતીફ પોતે એન્જલ બોકિંગમાં ટ્રેડિંંગનો અનુભવ લઇ ચુકયો હોઇ ડેટા સરળતાથી મેળવી આ પ્રકારનો ગુન્હો આચરતો હતો.

(4:38 pm IST)