Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા 'સેવા સપ્તાહ' ઉજવણીનો પ્રારંભ

રાજકોટઃ  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦માં જન્મદિવસ નિમિતે વિભિન્ન પ્રકારના સેવાકીય કાર્યક્રમો તા. ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર 'સેવા સપ્તાહ'નું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે. સખીયા, મહામંત્રી સર્વેશ્રી ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો.ભરતભાઇ બોઘરાના માર્ગદર્શન હેઠળ તા. ૧૪ થી ૨૦ વિવિધ સેવાકીય કાર્યો યોજાશે. જેમાં પ્રથમ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમે બેડી માર્કેટિંગ યાર્ડ અને બેડી પંચાયતના સહયોગથી સઘન વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જીલ્લાભરના ગ્રામ્ય મંડલો અને શહેરી મંડલો દ્વારા ૭૦ સ્થળો ઉપર ૭૦ ગામોમાં ધોરાજી તાલુકો, ગોંડલ શહેર, કોટડા સાંગાણી, તાલુકા પર સઘન વૃક્ષારોપણ કાર્યક્રમ યોજીને મોદીજીના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરવામાં આવી હતી. દરેક મંડલમાં ૭૦ દિવ્યાંગ બાળકોને ધો. ૧ થી૮  સુધીના પુસ્તકો અને સ્કુલબેગ તેમજ જરૂરિયાત મુજબના સાધનો અર્પણ કરવામાં આવશે. તા. ૧૬ના દરેક મંડલ સઃ સેવા વસ્તીમાં ફુટ વિતરણના કાર્યક્રમો તથા રાશનકીટ વિતરણ કરવામાં આવશે. તા. ૧૭ના રોજ જીલ્લા દ્વારા અંધ મહિલા મંડળમાં ભોજનનો કાર્યક્રમ તથા વિરાણી બેહરામૂંગા સંસ્થામાં ભોજન કાર્યક્રમ અને જીલ્લા મોરચા દ્વારા ૪ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા ૭૦-૭૦ બોટલ બ્લડ એકત્ર કરવાનો કાર્યક્રમ તેમજ ૭૦ વ્યકિતઓને પ્લાઝમા ડોનેટનો કાર્યક્રમ યોજવામાં આવશે. તા. ૧૮ના જીલ્લાના ૭૦ ગામોમાં 'સ્વચ્છતા અભિયાન' તેમજ નગરપાલિકા વિસ્તારમાં ૭૦ સ્થાનો પર 'સ્વચ્છતા અભિયાન'ના કાર્યક્રમો તા. ૧૯ ના રોજ દરકે મંડલમાં સ્વચ્છતા અભિયાન સાથે  (સીંગલ યુઝ પ્લાસ્ટિક)થી મુકિત અંગે સંકલ્પ લેવડાવવાના કાર્યક્રમો, તા. ૨૦ના રોજ દરેક મંડલમાં ૭૦ સ્લાઇડથી પ્રદર્શનીને સોશિયલ મિડિયાના માધ્યમથી પ્રચાર -પ્રસારના કાર્યક્રમો થનાર છે.

(1:01 pm IST)