Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

'કામધેનુ દિપાવલી અભિયાન' અંતર્ગત મુંજકા ગામ ગોમય દિવાથી ઝળહળ્યું ગૌ સેવા માટેની મહત્વપૂર્ણ પહેલ

પ.પૂ. પરમાત્માનંદજી સરસ્વતીજીની વિશેષ ઉપસ્થિતિમાં ડો. વલ્લભભાઈ કથીરિયા,અજિત મહાપાત્ર,કમલેશભાઈ મીરાણીની ઉપસ્થિતિમાં યોજાયો દિવ્ય કાર્યક્રમઃ ૬૦૦૦ દીવાનું એક સાથે દ્યરે દ્યરે પ્રાગટય

રાજકોટ, તા. ૧૪ : ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના પ્રથમ અધ્યક્ષ, પ્રખર ગૌવ્રતી ડો. વલ્લભભાઈ કથીરીયાએ શરૂ કરેલ 'કામધેનુ દિપાવલી અભિયાન' અંતર્ગત મુંજકા ખાતે  પ.પૂ. પરમાત્માનંદજી સરસ્વતીજીની વિશેષ ઉપસ્થિતિમાં ગાયનાં ગોબરમાંથી બનેલ ગોમય દિવડાઓ મુંજકા ગામના દરેક ઘરોમાં પ્રગટાવવામાં આવ્યા. મુંજકા ગામ સમસ્ત આ 'કામધેનુ  દિપાવલી અભિયાન' માં જોડાયુ અને ગૌસેવા, ગૌરક્ષા અંગે પોતાની પ્રતિબધ્ધતા વ્યકત કરી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા,અજીત મહાપાત્રજી (અખિલ ભારતીય ગૌ સેવા ગતિવિધી સહપ્રમુખ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંદ્ય), રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, જયેશભાઈ જાદવ (મુંજકા સરપંચ),મહેશભાઈ ચૌહાણ, ડો. હિતેશ જાની વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

સમગ્ર આયોજન અંગે મુંજકા ગામના સરપંચ જયેશભાઈ જાદવ અને સમગ્ર મુંજકા ગ્રામજનોનો અભૂતપૂર્વ ઉત્સાહ, સહકાર મળ્યો.

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયા દ્વારા 'કામધેનુ  દિપાવલી અભિયાન' શરૂ કરાયું છે.  'ગોમયગણેશ અભિયાન' ની અપાર સફળતા અને જન જાગૃતિથી પ્રોત્સાહીત થઈ રાષ્ટ્રીય કામધેનુ આયોગે ગોમય દિપકને જનતામાં લોકપ્રિય બનાવવા રાષ્ટ્રીય સ્તરે 'કામધેનુ  દિપાવલી અભિયાન' ની ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા યોગ્ય દિશામાં ગૌમાતા, ગૌવંશ, પશુપાલનની સલામતી, સંરક્ષણ, વિકાસ અને ઉત્કર્ષની સુરક્ષા, સંરક્ષણની ખાતરી કરવા માટે કરવામાં આવી હતી . ભારતના ૧૧ કરોડ પરીવારોમાં આ વર્ષે ૩૩ કરોડ દીવાઓ પ્રગટે તેવો સંકલ્પ કરાયો છે. દીપપર્વ તેમ જ બારેમાસ માટે ગાયના છાણ, પંચગવ્ય આધારીત મીણબતીઓ, ધૂપ, ધૂપ લાકડીઓ, શુભ–લાભ, સ્વસ્તિક, સમરાની, હાર્ડબોર્ડ, વોલપીશ, પેપરવેઇટ, હવન સામગ્રી, ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિઓ, સાબુ, શેમ્પુ, ફીનાઈલ, દવાઓ સહિતની ૩૦૦ થી વધુ સામગ્રીઓનું નિર્માણ શરૂ થયું છે. 'વોકલ ફોર લોકલ','આત્મ  નિર્ભર ભારત','મેઇક  ઇન ઇન્ડિયા' સહિતનાં અભિયાનોની સફળતા માટે અને  'ગૌ આધારિત અર્થતંત્ર' નાં પુનૅંસ્થાપન અર્થે મહત્વપુર્ણ પ્રદાન રાષ્ટ્રીય કામધેનુ આયોગ કરશે.

ગાયનાં ગોબર,ગૌ મૂત્રની-પંચગવ્યની મહતા સૌને સમજાય અને 'ગૌ  આધારીત અર્થતંત્ર'નાં પુનૅંસ્થાપનથી સૌ સ્વસ્થ,સમૃદ્ઘ,સ્વનિર્ભર,સુખી બને તે માટે સૌ સહિયારા પ્રયત્નો કરે તેવી અપીલ વકતાઓએ કરી હતી.

 સમગ્ર આયોજન અંગે મુંજકાના સરપંચ જયેશ જાદવ,'કામધેનુ  દિપાવલી અભિયાન' નાં મિતલ ખેતાણી, અમર તલવરકર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

(2:45 pm IST)