Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

નવાગામ રાણપુરમાં જેસીબી ચલાવવા બાબતે સંજય રંગાણી પર ચાર શખ્સનોો હુમલો

રાજકોટઃ કુવાડવા તાબેના નવાગામ રાણપુરમાં રહેતાં સંજય ભીમજીભાઇ રંગાણી (પટેલ) (ઉ.વ.૩૫)ને દિવાળીની સાંજે ગામમાં શીવમણી પ્રિન્ટ પેકની સામે બેચર ખેંગારભાઇ લામકા, મહેશ બેચરભાઇ લામકા, ભીખાભાઇ આહિર અને ભીખાભાઇના દિકરાએ મળી ઢીકા-પાટુ અને લાકડીથી માર મારી ઇજા કરતાં કુવાડવાના એએસઆઇ એન.આર. વાણીયાએ ગુનો નોંધ્યો છે. સંજયભાઇએ રાણપુરમાં શિવમણી પ્રિન્ટ પાસે બેચર સહિતના જેસીબી ચલાવતાં હોઇ તેને ના પાડતાં આ માથાકુટ થયાનું ફરિયાદમાં જણાવાયું છે.

(11:21 am IST)