Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

સોમવારથી રાજકોટની અદાલતો સવારના ૧૦-૩૦ થી ૪ સુધી કાર્યરત થશે : ૩૧ ન્યાયાધીશોને ચાર્જની ફાળવણી

ફીઝીકલ કોર્ટના બદલે વિડીયો કોન્ફરન્સથી જ કાર્યવાહી થશે : ૧૪ ફેબ્રુઆરી સુધી ચાર્જની સોંપણી

રાજકોટ, તા. ૧૬ :  આગામી સોમવાર તા. ૧૮-૧ -ર૧ થી રાજકોટ શહેરની અદાલતોની કામગીરી સવારના ૧૦-૩૦ થી બપોરના ૪ વાગ્યા સુધી કાર્યરત રહેશે. અને આ માટે કુલ ૩૧ ન્યાયાધીશોને કોર્ટોમાં ચાર્જની ફાળવણી કરવામાં આવી છે.

અત્રેએ ઉલ્લેખનીય છે કે, કોરોના સમયથી રાજકોટ સહિત ગુજરાતભરની અદાલતોમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાાઇન કાર્યવાહી થઇ રહી છે. જે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. તે જોતા તેમાં પણ હજુ ફીઝીકલ કોર્ટો શરૂ કરવામાં નથી આવી ઉપરોકત તમામ કોર્ટોમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ કાર્યવાહી કરવામાં આવશે.

બીજી બાજુ છેલ્લા ૧૦ માસથી કોર્ટો બંધ હોય વકીલો દ્વારા વારંગાર પુર્ણ સમય માટે ફીઝીકસ કોર્ટો શરૂ કરવાની માંગણીઓ થઇ રહી છે. પરંતુ હજુ પણ ફીઝીકલ કોર્ટે શરૂ થયેલ નથી.

હાલમાંૈ તમામ કોર્ટોની કાર્યવાહી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ કરવામાં આવનાર છે. કોર્ટ દ્વારા જાહેર થયેલ પરિપત્રમાં આગામી તા. ૧૪-ર-ર૧ સુધી ઉપરોકત ૩૧ ન્યાયાધીશોને ચાર્જની ફળાવણી કરવામાં આવી છે. તેમાં સેસન્સ, સિવિલ, ફોજદારી, સ્મોલ કોઝ કોર્ટ સહિતના જજોનો સમાવેશ કરાયો છે જે ન્યાયાધીશોને ચાર્જની ફાળવણી થયેલ છે. તેઓએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નિયમાનુસાર કામગીરીક રવાની રહેશે. અને કોર્ટ સમય પુરો થયે કોર્ટ પ્રિમાઇસીસ છોડી દેવાનું રહેશે. ચાર્જ સિવાયના જયુડીશ્યલ ઓફીસરોએ કોર્ટે આવવાનું રહેશે નહિ તેમ પરિપત્રમાં જણાવાયું છે.

(2:53 pm IST)