Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

કલેકટરની તબિયત સારી છે : ગળાના ઈન્ફેકશનમાં ઘણી રાહત : ઘરેથી જ ઓફીસની કામગીરી મેનેજ કરશે : હાલ ચાર્જ કોઈને નહિં

આજે સવારે અકિલા સાથેની વાતચીતમાં કલેકટર રેમ્યા મોહને જણાવ્યુ હતુ કે પોતાને કોરોનાની અસરને કારણે હાલ તેઓ ૧૪ દિવસ હોમ આઈસોલેશન રહેશે : પોતાની તબિયતમાં ઘણો સુધારો છે, ગળાના ઈન્ફેકશનમાં રાહત છે : ઓફીસની કામગીરી અંગે ઘરેથી જ મેનેજ કરી લેશે : હાલ કોઈને તુર્ત જ કલેકટરનો ચાર્જ નહિં સોંપાય, પોતે જ સંભાળશે : બાદમાં આગળ કામગીરી અંગે વિચારાશે

(11:33 am IST)