Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

મવડી હુડકો કવાર્ટર ખોડિયારનગરમાં કારમાં ૧૨૧ બોટલ દારૂ સાથે વિક્રમસિંહ પકડાયો

ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજાની ટીમે કાર સહિત ૨,૩૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યોઃ ધનંજયનું નામ ખુલતાં શોધખોળ

રાજકોટ તા. ૧૫: ક્રાઇમ બ્રાંચે મવડી હુડકો કવાર્ટર ખોડિયારનગરમાં દરોડો પાડી એક શખ્સને રૂ. ૮૪૫૦૦ની કિંમતની દારૂની ૧૨૧ બોટલો સાથે પકડી લઇ કાર પણ કબ્જે કરી છે.

પોલીસે ખોડિયારનગર-૨ મવડી હુડકો કવાર્ટરમાં રહેતાં વિક્રમસિંહ રણજીતસિંહ ઝાલા (ઉ.વ.૩૩)ને તેના ઘર નજીક જીજે૦૩એબી-૩૫૪૭ નંબરની સાન્ટ્રો કાર સાથે પકડી લઇ તપાસ કરતાં અંદરથી રૂ. ૮૪૫૦૦નો ૧૨૧ બોટલ દારૂ મળ્યો હતો. જેમાં એન્ટીકવીટી બ્લુ, સિગ્નેચર, રિસોલ્ટ પિન્ક વોડકા, બ્લેન્ડર્સ પ્રાઇડ, બ્લેક એન્ડ વ્હાઇટ સહિતની બ્રાન્ડની બોટલો સામેલ છે. આ દારૂ તે ધનંજય નામના શખ્સ પાસેથી લાવ્યાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવ્ણિકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના અંતર્ગત પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શનમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એસઆઇ જયેશભાઇ નિમાવત, રાજદિપસિંહ ગોહિલ, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. અમીનભાઇ ભલુર, હિરેન્દ્ર પરમાર, સ્નેહ ભાદરકા સહિતી ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે અમીનભાઇ, હિરેન્દ્રસિંહ અને સ્નેહભાઇની બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો. હેડકોન્સ. ચેતનસિંહને વધુ તપાસ સોંપવામાં આવી છે.

(12:51 pm IST)
  • વડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST

  • ચીન સામેના યુદ્ધમાં પ્રાણોની આહુતિ આપવા માટે પીછેહટ નહિ કરીએ :શિયા ધર્મગુરૂએ વડાપ્રધાનને લખ્યો પત્ર : ઇમામ-એ-જુમા અને શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે જવાદે કહ્યું કે લેહ અને લદ્દાખના શિયા મુસ્લિમ ભારતની સાથે અને ચીનની વિરુદ્ધ દરેક પગલા પર ઉભા રહેશે: ભારતના કોઇ પણ નિર્ણયની સાથે અમારી કોમ એકતાથી તમામ મુદ્દા પર સમર્થન આપશે. તેના માટે જીવ ગુમાવવાનો વારો આવે તો પણ અમે જરા પણ ખટકાટ અનુભવીશું નહીં access_time 8:58 am IST

  • રાજસ્થાનમાં ફરી રાજકીય તણાવના એંધાણ : ગેહલોતના મંત્રી વિરુદ્ધ ધારાસભ્યે ખોલ્યો મોરચો : ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હવે શરૂ થશે નકારાનિકમ્મા પાર્ટ-2: ખાણ વિભાગના મંત્રી પ્રમોદ જૈન ભાયાનું નામ લીધા વિના ધારાસભ્ય ભરતસિંહે લખેલ પત્રમાં કહેવાયું કે મુખ્યમંત્રીએ રાજ્યના પ્રભારી મંત્રીઓને બદલી નાખ્યા પરન્તુ સૌથી ભ્રષ્ટ મંત્રીને હજુ સુધી બરખાસ્ત કર્યા નથી access_time 8:58 am IST