Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

મંગળા રોડ પર રિક્ષાના પાર્ટસના ગોડાઉનમાં સમી સાંજે ચોરીનો પ્રયાસઃ શકમંદોની પુછતાછ

વણિક વેપારી પ્રશાંતભાઇને એક રહેવાસીએ ગોડાઉનની ડેલીના તાળા તૂટ્યાની જાણ કરતાં એ-ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૧૫: મંગળા રોડ પર આવેલા વણિક વેપારીના રિક્ષાના પાર્ટસના ગોડાઉનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રણ શકમંદને પોલીસે સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે મનહરપ્લોટ-૨માં રહેતાં અને મંગળા રોડ પર પરિશ્રમ પ્લાઝામાં પ્રશાંત ઓટો પાર્ટસ નામે થ્રીવ્હીલના પાર્ટસનો વેપાર કરતાં પ્રશાંતભાઇ અનંતરાય દોશી (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી ચોરીના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

પ્રશાંતભાઇએ જણાવ્યું હતું કે મારા ઓટો પાર્ટસ રાખવાનું ગોડાઉન મારી દૂકાનની સામેના ભાગે છે અને પાછળની શેરીમાં જ મારું રહેણાંક છે. મંગળવારે સાંજે આઠેક વાગ્યે દૂકાન વધાવી ગોડાઉનની ડેલીએ તાળુ મારી ઘરે ગયો હતો. એ પછી બાજુની શેરીમાં રહતો એક ભાઇ કે જેનું નામ આવડતું નથી તેણે આવીને કહેલું કે તમારા ગોડાનિની ડેલીનું તાળુ તૂટેલુ છે. આથી હું તુરત જ ત્યાં મારા પિતાજી તથા નાના ભાઇ હિમાંશુને લઇને ગયો હતો.

તપાસ કરતાં તાળુ તુટેલે દેખાયુ હતું અને અંદર બધો સામાન વેરવિખેર હતો. રિક્ષાના સેલ્ફ એક બાચકામાં ભરેલા જોવા મળ્યા હતાં. એલ્યુમિનિયમ પાર્ટસના બે બાચકા પણ ભરીને ડેલી પાસે રાખેલા જોવા મળ્યા હતાં. આ તમામ ચીજવસ્તુ ચોરી જવાના ઇરાદે તસ્કરોએ બાચકમાં ભરી રાખી હતી. હેડકોન્સ. આર.એલ. વાઘેલાએ ગુનો નોંધતા વિશેષ તપાસ પીએસઆઇ જે. એમ. ભટ્ટે હાથ ધરી છે. એ-ડિવીઝન પોલીસે ત્રણેક શકમંદોને શોધી વિશેષ તપાસ શરૂ કરી છે.

(12:53 pm IST)