Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

શાળાઓ અને હોસ્ટેલ ચાલુ ન થતાં રસોઇના કોન્ટ્રાકટ ધરાવતાં જયેશભાઇ ઝેર પી ગયા

કોરોનાને કારણે સ્કૂલ-કોલેજ-હોસ્ટેલ સતત બંધ હોઇ પૂજારા પ્લોટના સોની યુવાન પર દેણું પણ થઇ ગયું હતું: સિવિલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૫: કોરોનાને કારણે લોકડાઉનને લીધે અનેક લોકોના ધંધા-રોજગારને માઠી અસર પડી છે. આ કારણે અગાઉ અનેક લોકો હિમ્મત હારી ટૂંકો માર્ગ અપનાવી આપઘાત કે આપઘાતનો પ્રયાસ કરી ચુકયા છે. વધુ એક બનાવમાં લક્ષ્મીવાડીના સોની યુવાને આવા જ કારણોસર ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

લક્ષ્મીવાડી મેઇન રોડ પુજારા પ્લોટ-૮માં રહેતાં જયેશભાઇ શાંતિલાલભાઇ કુંચલા (સોની) (ઉ.વ.૪૦) ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને સંતાનમાં બે પુત્રી છે. તેમના પત્નિ રૂપલબેને કહ્યું હતું કે અમે શાળા-કોલેજ અને હોસ્ટેલ્સમાં રસોઇ બનાવીને આપવાના નાના કોન્ટ્રાકટ રાખી ગુજરાન ચલાવીએ છીએ. પરંતુ કોરોનાને કારણે સતત લોકડાઉન હોઇ અને શાળા-કોલેજ-હોસ્ટેલ ચાલુ થયા ન હોઇ તેમજ હજુ દિવાળી પછી પણ ચાલુ થશે કે કેમ? તેની સતત ચિંતા હોવાથી તેમજ દેણુ પણ થઇ ગયું હોવાથી કંટાળીને પતિએ આ પગલુ ભર્યુ છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસમાં જાણ કરતાં પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(12:55 pm IST)