Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

રાત્રીના જાહેર માર્ગ ઉપર ચોરી-લુંટ કરતી ગેંગના આરોપીઓની જામીન અરજી મંજુર

રાજકોટ,તા. ૧૬: રાજકોટના મુખ્ય જાહેર માર્ગ પર રાત્રીના સમય દરમ્યાન ચોરી અને લુંટ કરતી ગેંગના આરોપીઓનો જામીન પર છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

રાજકોટ શહેરના નાથ દ્વારા પાર્ક શેરી નં.૧, હરી ઓમ, ૮૦ ફુટ રોડ અને રાજકોટ જીલ્લાના ગૌરીદળ ગામમાં વરદાન હાર્ડવેર એન્ડ ટ્રેડીંગ નામની દુકાન ધરાવતા આ કામના ફરીયાદી પિયુષ મનસુખભાઇ તળપદાએ રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગત તા. ૨૬/૬/૨૦૨૦ના રોજ આઇ.પી.સી. કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ ,૧૪૪ મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. જે અન્વયે પોલીસ દ્વારા આ કામના આરોપીઓ (૧) મોહસીન શાહ ઉર્ફે આશીફ જુસબશાહ રાઠોડ, (૨) સમીર ઉર્ફે સલીમ ઉર્ફે શાહરૂ અલ્લારભાઇ શાહમદારની ઉપરોકત ગુન્હાના કામ સબબ રાજકોટના કુવાડવા રોડ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી.

આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરતા આરોપીઓને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો અને ત્યારબાદ આરોપીઓ વતી પોતાના એડવોકેટ મારફત જામીન પર છુટવા જામીન અરજી ગુજારેલ. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ કરેલ. દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના તાજેતરમાંપ્રસ્થાપિત કરેલા જુદા-જુદા ચુકાદાઓને ધ્યાનમાં રાખી સેશન્સ કોર્ટના જજે તમામ આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી વતી યુવા એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડ, રણજીત બી. મકવાણા તથા એમ.એન. સિંધવ રોકાયેલા હતા.

(2:40 pm IST)