Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

શહેરમાં ૧૦ દિ'સ્ટેશનરી-બુક સેલર્સની દુકાનો સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી ખુલ્લી રહેશે

વેપારીઓને સ્વેચ્છિક બંધમાં જોડાવવા ધી સ્ટેશનરી પેપર એન્ડ બુકસ મરચન્ટ એસોએસીએશનની અપીલ

રાજકોટ,તા.૧૬: શહેરમાં વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ બેકાબુ બનતા આજે તા.૧૬થી ૨૬ સપ્ટેમ્બર સુધી સ્વૈચ્છિક રીતે સ્ટેશનરી વેપારીઓ સાંજે ૫ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા સ્ટેશનરી ધી પેપર એન્ડ બુક મર્ચન્ટ એસોસીએશન દ્વારા અપીલ કરી છે.

આ અંગે એસોએસીએશનની યાદીમાં જણાવ્યા મુજ્બ રાજકોટમાં કોવિડ-૧૯ની પરીસ્થિતી ખુબજ ભયજનક છે. તો તેને અનુલક્ષીને ધી સ્ટેશનરી પેપર એન્ડ બુકસ મરચન્ટ એસોસીએશનના કરોબારીના સભ્યો સાથે ટેલીફોનીક મીટીંગમાં નક્કી થયેલ પ્રમાણે સ્ટેશનીના વેપારીઓએ તા.૧૬ સપ્ટેમ્બર બુધવાર થી તા.૨૬ સપ્ટેમ્બર શનિવાર સુધી સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી સ્વૈચ્છીક રીતે દુકાન ખોલાવી તેવો નિર્ણય કરવામાં આવેલ છે તો સર્વે વેપારીને સહકાર આપવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

(3:05 pm IST)