Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

પૂ.શ્રી ગજેન્દ્રમુનિ મહારાજ સાહેબની કાલે લાઈવ ગુણાનુવાદ સભા

સંતો - સતીજીઓના સાંનિધ્યે : સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ આયોજન

રાજકોટ,તા. ૧૬: જુનાગઢના ધર્મ પરાયણ ભગવાનજીભાઈ અને ધર્મ વત્સલા લીલાવંતીબેન સંઘાણીના સુપુત્ર ગજેન્દ્રભાઈ સંઘાણી એટલે કે પૂજય શ્રી ગજેન્દ્રમુનિ મહારાજ સાહેબની દીક્ષા ૪૫ વર્ષ પૂર્વે ૨૨/૫/૭૫, વૈશાખ સુદ અગિયારના શુભ દિવસે જુનાગઢ,નેમનાથની ભૂમિમાં થયેલ.એક સાથે નવ - નવ આત્માઓનો સંયમ મહોત્સવ ઉજવાયેલ. તપસમ્રાટ, તપોધની પૂજય ગુરૂદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબે કરેમિ ભંતેનો પાઠ ભણાવેલ

પૂજય શ્રી ગજેન્દ્રમુનિ મ.સા.ની તબિયત પાંચ દિવસથી નાદુરસ્ત હતી. તેઓએ શુભ ભાવ વ્યકત કર્યા કે બસ,હવે મારા દેવલોક ગમનનો સમય આવી ગયેલ છે, મને સમાધિ ભાવે જ આ પાવન ભૂમિ ઉપર દેહનો ત્યાગ કરવા દેજો. આજે તા.૧૬ ના રોજ સમાધિભાવે પૂ.શ્રી કાળધર્મ પામેલ છે.

આવતીકાલે ગુરૂવારે સવારે સંત-સતીજીઓના સાનિધ્યે પૂ.શ્રીની લાઈવ ગુણાનુવાદ સભા ૯:૩૦ થી ૧૦:૩૦ યોજાશે.

(3:32 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST

  • ર૧ સપ્ટેમ્બરથી ધો.૯ થી ૧રના વિદ્યાર્થીઓ માટે શાળાઓ નહીં ખુલેઃ કેબીનેટની બેઠકમાં ‌નિર્ણય access_time 1:15 pm IST

  • " બંધ કરો મતદાન , બીક જાતે હૈ શ્રીમાન " : કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને માફ કરવાના મૂડમાં પ્રજા નથી : મધ્ય પ્રદેશમાં યોજાનારી 28 બેઠકોની પેટા ચૂંટણીના પ્રચારમાં નીકળેલા જ્યોતિરાદિત્ય સિંધીયાનો કાળા વાવટા દર્શાવી વિરોધ : ચીફ મિનિસ્ટર શિવરાજ સિંહ તથા ફાયર બ્રાન્ડ બીજેપી આગેવાન ઉમા ભારતી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચારનો વિડિઓ વાઇરલ : સત્તા જાળવી રાખવા ભાજપ માટે 9 સીટ ઉપર વિજય મેળવવો મુશ્કેલ બની રહ્યો હોવાના એંધાણ access_time 8:56 pm IST